ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ઑગસ્ટ, 2021
મંગળવાર
ચેક ગણરાજ્યમાં પ્રાગની ચેક એકૅડેમી ઑફ સાયન્સમાં વિજ્ઞાનીઓએ પાણીમાં સોનું બનાવીને સૌ કોઈને ચોંકવી દીધા છે. આ કમાલ તેમણે ક્ષાર ધરાવતી ધાતુની મદદથી કરી છે, જેમાં પાણીને સોનેરી ધાતુમાં બદલવામાં આવ્યું હતું. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ ઉપર દબાણ આપવાથી એ ધાતુમાં બદલાઈ જતી હોય છે.
પ્રાચીન સમયમાં ધાતુઓ અને રસાયણના મિશ્રણથી સોનું બનાવવાના પ્રયાસ થયા હતા, જેને અલ્કમી કહેવામાં આવે છે. વિજ્ઞાનીઓએ હવે પાણીમાં સોનું બનાવ્યું છે. ક્ષાર ધરાવતી ધાતુ સોડિયમ પોટૅશિયમ જેવા પ્રતિક્રિયાશીલ તત્વનો સમૂહ છે. સામાન્ય રીતે પાણીના સંપર્કમાં આવવાથી વિસ્ફોટ થવાની શક્યતા લેવામાં આવી હતી.
વિજ્ઞાનીઓએ પ્રયોગ દરમિયાન એક સિરિંજમાં પોટૅશિયમ અને સોડિયમ ભર્યું હતું. જે સામાન્ય તાપમાને તરલ હોય છે. સિરિંજ મારફતે મિશ્રણના દરેક ટીપાને પાણીની વરાળની માત્રા આપી હતી, જેનાથી એક માઇક્રોમીટરના દસમા ભાગ જેટલો સ્તર બન્યો હતો. આ સ્તરમાં ઇલેક્ટ્રોન તેજીથી ધાત્વિક આયર્ન સાથે પાણીમાં ભળી ગયો હતો. અમુક સેકન્ડમાં જ સ્તર સોનાનો બની ગયો હતો.