News Continuous Bureau | Mumbai
કેરી(mango) એક એવું ફળ છે જે લગભગ બધાને પસંદ હોય છે. તમે તેને કાપીને, શેક (mango shake) બનાવીને અથવા પન્ના બનાવીને તેનું સેવન કરી શકો છો. આ તો થઇ પાકી કેરીની વાત, જ્યારે કાચી કેરીમાંથી અથાણું, ચટણી અને બીજું ઘણું બધું બને છે. પરંતુ આ ગુણોથી ભરપૂર કેરીના સેવનથી કેટલાક લોકો પેટ સંબંધિત સમસ્યાઓથી પીડાય છે, જેના કારણે તેઓ આ ફળનો વધુ સ્વાદ ચાખી શકતા નથી. આવી સ્થિતિમાં અમે તમને કેરી ખાવાની રીત વિશે જણાવીશું જેથી તમારું પેટ ક્યારેય ખરાબ ન થાય.
જ્યારે પણ તમે બજારમાંથી કેરી લાવીને અથવા ઝાડ પરથી તોડીને આંબા (mango) લાવો તો પહેલા તેને પલાળી દો. આમ કરવાથી કેરીની ગરમી નીકળી જાય છે. પરંતુ જ્યારે તમે આવું નથી કરતા તો તમને પેટ અને ત્વચા સંબંધિત સમસ્યાઓ (stomach and skin problem)થાય છે.તમને જણાવી દઈએ કે દરેક વસ્તુ ખાવાનો યોગ્ય સમય હોય છે. કેરીનું પણ એવું જ છે. ફાઈબરથી (fiber) ભરપૂર હોવાથી તેને સવારે ખાવું જોઈએ. જમ્યા પછી પણ કેરી ખાઈ શકાય છે.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: સવાર ના નાસ્તા માં કરો કેળાનો સમાવેશ, ઘણી બીમારીઓ થશે દૂર, મળશે આ ફાયદા
કેરી ખાવાના ફાયદા
*કેરી ખાવાથી આંખોની રોશની વધે છે, આ સિવાય કોલેસ્ટ્રોલ લેવલ (cholesterol level)પણ સારું રહે છે.
*તે ત્વચા (skin benefits)માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
*પાચનતંત્રને સારું રાખે છે.
*તે વજન ઘટાડવામાં (weight loss) પણ મદદરૂપ છે.
*યાદશક્તિ પણ મજબૂત બને છે.
*તે ગરમીથી પણ બચાવે છે.
*કેરીને ખાલી પેટ ન ખાવી જોઈએ.