વધુ સમાચાર

મુકેશ અંબાણી ના ઘર નીચે મળેલી ગાડી ક્યાંથી આવી હતી. ક્યાંથી આવી જીલેટીન સ્ટીક. જાણો મહત્વપૂર્ણ વિગત.  

Feb, 26 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

26 ફેબ્રુઆરી 2021

મુકેશ અંબાણી ના ઘર એન્ટિલિયા નીચે મળી આવેલી ગાડી સંદર્ભે હવે વધુ માહિતી મળી રહી છે.

૧. સ્કોર્પિયો ગાડી એક અઠવાડિયા અગાઉ વિક્રોલી થી ચોરી કરવામાં આવી હતી. તેમજ આ ગાડી ની ચોરી સંદર્ભે ગાડીના મૂળ માલિક મનસુખ હિરેને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

૨. ગાડીમાંથી જેટલી નંબર પ્લેટ મળી આવેલી છે તેમાંથી એક નંબર પ્લેટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આ નામથી રજિસ્ટર્ડ છે

૩. ગાડીમાં જે જીલેટીન સ્ટીક મળી આવી છે તે નાગપુરની કંપનીની છે

 

૪. છેલ્લા એક મહિનાથી એન્ટિલિયા ની રેકી થઈ રહી હતી એવી માહિતી સામે આવી છે.

૫. જે બેગ ગાડીમાંથી મળી આવી છે તેની ઉપર મુંબઇ ઇન્ડિયન્સ લખેલું છે

૬. ચિઠ્ઠીમાં લખ્યું છે ' નીતા ભાભી અને મુકેશ ભાઈ આ તો માત્ર એક ઝલક છે. બીજી વખત સામાન પૂરી રીતે ગોઠવીને આવશું. આખા પરિવારને ઉડાડવાની વ્યવસ્થા થઈ ગઈ છે. ધ્યાન રાખજો'

૭. આ ગાડી રાત્રે 12:30 હાજીઅલી જંકશન પાસે દસ મિનિટ ઉભી રહી હતી

૮. સીસીટીવીમાં ગાડી ચલાવનાર વ્યક્તિ ન દેખાય એટલે ગાડી પાર્ક કર્યા બાદ પાછળના દરવાજેથી ગાડી પાર્ક કરનાર વ્યક્તિ ફરાર થયો.

આમ મુકેશ અંબાણી પરિવાર પર ખતરો મંડરાઇ રહ્યો છે તેવું લાગી રહ્યું છે.

Leave Comments