ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21, સપ્ટેમ્બર 2021
મંગળવાર.
ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવનારી મહિલાઓને હાઈ રિસ્ક કેટેગરીમાં મૂકવાના અને તેમને વેક્સિન આપવામાં પ્રાથમિકતા આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી જવાબ માગ્યો છે. દિલ્હી બાળ અધિકાર સંરક્ષણ આયોગની અરજી પણ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ નોટિસ મોકલી છે. આ મુદ્દા પર સરકાર શું પગલાં લઈ રહી છે, તેમ જ શું પોલિસી બનાવી છે, તેના પર બે અઠવાડિયામાં સુપ્રીમ કોર્ટમાં જવાબ આપવામાં આવવાનો છે.
કોરોનાની બીજી લહેર દરમિયાન મે 2021માં દિલ્હી બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા કોર્ટમાં આ અરજી દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ ગર્ભવતી અને સ્તનપાન કરાવનારી મહિલાઓ માટે વેક્સિનને લઈ આદેશ બહાર પાડવામાં આવ્યો હતો.
આ વિદેશી મૉડલને ભારતીય પતિ જોઈએ છે, તેની પાસે 500 કરોડની સંપત્તિ છે; પરંતુ…
બાળ અધિકાર સંરક્ષણ આયોગના વકીલે કોર્ટમાં કરેલી દલીલ મુજબ એવા વાયરસથી લડી રહ્યા છે, જેના બાબતમાં બહુ માહિતી નથી. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓને કોવિડની વેક્સિન આપવાનું કારણ એ હતું કે તેની કોઈ એડવર્સ(પ્રતિકૂળ) ઈફેક્ટ પર હજી સુધી કોઈ શોધ કરવામાં આવી નથી. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓના વેક્સિનેશનના પ્રભાવને તપાસવા માટે વૈજ્ઞાનિક શોધ થવી આવશ્યક છે.