ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૧ જૂન ૨૦૨૧
શુક્રવાર
કોરોના વાયરસને કારણે થયેલા લૉકડાઉનને કારણે 5 ટન જેટલા તડબૂચ વેચવામાં અસમર્થ, ઝારખંડના 25 વર્ષીય ખેડૂતે રામગઢ ખાતે શીખ રેજિમેન્ટલ સેન્ટર (SRC)ના સૈનિકોને નિ:શુલ્ક આપવાનો નિર્ણય કર્યો, પરંતુ આ જવાનોએ આ પાક બજારભાવે ખરીદી લીધો હતો.
વ્યવસાય તરીકે ખેતીની પસંદગી કરનાર રાંચી યુનિવર્સિટીના સ્નાતક રંજનકુમાર મહતોએ પોતાની ૨૫ એકર જમીનમાંથી છ એકરમાં 15 લાખની લાગત સાથે તડબૂચ વાવ્યાં હતાં, પરંતુ એની લણણી સમયે લૉકડાઉનને કારણે લોકો બે રૂપિયા કિલોના ભાવે પણ આ તડબૂચ ખરીદવા તૈયાર ન હતા અને તડબૂચનો આ પાક બગડવાની આરે હતો એથી તેણે રામગઢ ખાતે શીખ રેજિમેન્ટલ સેન્ટરના સૈનિકોને નિ:શુલ્ક આપવાનો નિર્ણય કર્યો.
મેહુલ ચોકસી નો નવો વિડિયો સામે આવ્યો. પોતાના પગે ચાલતો પહોંચે છે કોર્ટમાં.
જવાનોને આ વાતની જાણ થતાં તેમણે આ ખેતરની મુલાકાત લીધી હતી અને ખેડૂતનો પાક બજારભાવે ખરીદી લીધો હતો. સૈનિકો અને તેમના કુટુંબીજનોએ ખેતરના મજૂરો માટે ભેટ, કરિયાણા અને ખાદ્યપદાર્થો સાથે 25 એકરના ખેતરની મુલાકાત લીધી અને 15 કિલોમીટર દૂર આવેલા SRCમાં પોતાનાં વાહનોમાં 5 ટનનું આખું ઉત્પાદન લઈ ગયા હતા.
Join Our WhatsApp Community