News Continuous Bureau | Mumbai
જો તમે ઉનાળામાં થોડો સમય બહાર તડકામાં જાઓ છો તો તેની અસર તમારી ત્વચા પર તરત જ દેખાવા લાગે છે. સૂર્યના મજબૂત કિરણો શરીરના આંતરિક અને બાહ્ય સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. ગરમી ત્વચા પર સીધી અસર કરે છે, જેના કારણે તે તેની ચમક ગુમાવે છે અને કાળી થઈ જાય છે, જેને સન ટેન કહેવામાં આવે છે. સૂર્યના હાનિકારક કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાનો રંગબગડે છે. જેના કારણે ચહેરો ખરાબ દેખાવા લાગે છે અને આ જિદ્દી દાગથી છુટકારો મેળવવો આસાન નથી.આવો, જાણીએ સન ટેનિંગથી છુટકારો મેળવવા માટેના કેટલાક ઘરેલું ઉપાયો વિશે.
1. લીંબુનો રસ – સન ટેનથી છુટકારો મેળવવાનો સૌથી સરળ ઉપાય છે લીંબુને કાપીને તેનો રસ તમારા ચહેરા પર લગાવો. તમે તેમાં મધના થોડા ટીપા પણ ઉમેરી શકો છો.
2. દહીં અને ચણાનો લોટ – દહીં અને ચણાના લોટમાં થોડું ગુલાબજળ મિક્સ કરીને પેક બનાવો. ચહેરા પર લગાવો અને ધોઈ લો.
3. બટાકાનો રસ – બટેટા ચહેરા માટે કુદરતી બ્લીચનું કામ કરે છે. જો તમે ઈચ્છો તો બટાકાને સીધું કાપીને ચહેરા પર લગાવી શકો છો.
4. મધ અને પપૈયુ – પપૈયા અને મધની પેસ્ટ બનાવીને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો. પછી ઠંડા પાણીથી ધોઈ લો.
5. ચંદન – ચંદન ના પેક ને તમારી ત્વચા પર લગાવો અને તેને આખી રાત રહેવા દો. સવારે ઉઠીને ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. તે ત્વચાને ઠંડક આપે છે અને ખોવાયેલી ચમક પાછી લાવવામાં પણ મદદ કરે છે.
5. હળદર અને દૂધ – દૂધમાં બે ચમચી હળદર મિક્સ કરીને પાતળી પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો. પછી ઠંડા પાણીથી ધોઈ લો.
6. નારિયેળનું દૂધ – નારિયેળનું દૂધ ડિટેનિંગ એજન્ટ તરીકે કામ કરે છે અને ત્વચાને ચમક પણ આપે છે. તાજા નારિયેળના દૂધમાં કોટન બોલ બોળીને લગાવો.
7. સ્ટ્રોબેરી અને મિલ્ક ક્રીમ – સ્ટ્રોબેરીને ફ્રેશ ક્રીમમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો. ચહેરા પર લગાવો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.
8. ટામેટાં – ટામેટાંમાં ભરપૂર માત્રામાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને વિટામિન સી હોય છે, જે સનબર્નથી બચવામાં મદદ કરે છે. ટામેટાંને નિચોવીને તેનો રસ કાઢીને ચહેરા પર લગાવો.
આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ: ઉનાળામાં ચહેરા પરથી ડાર્ક સ્પોટ્સ દૂર કરવા માટે કરો તુલસી અને ફુદીના ના પાન ના આઈસ ક્યુબ નો ઉપયોગ; જાણો તેને બનાવવા અને લગાવવા ની રીત વિશે