News Continuous Bureau | Mumbai
ડુંગળીનો ઉપયોગ વાળની સંભાળમાં (onion hair)ઘણીવાર થાય છે, પરંતુ ત્વચા પર તેની સારી અસર જોવા મળે છે . જો તમે ત્વચાની સંભાળમાં ડુંગળીનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યાં છો, તો અમે તમને જણાવીએ છીએ કે તમે ચહેરા પર ડુંગળી નો ઉપયોગ કેવી રીતે કરી શકશો.હકીકતમાં, ડુંગળીનો ફેસ પેક(onion face pack) ચહેરા પર દેખાતી ગંદકી, ધૂળ અને પિમ્પલ્સને દૂર કરવામાં મદદરૂપ થાય છે. આનાથી ચહેરા પરથી ડેડ સ્કિન પણ દૂર થાય છે અને કુદરતી ગ્લો આવે છે. ચાલો જાણીએ, પિમ્પલ્સથી (pimples)છુટકારો મેળવવા માટે ડુંગળીમાંથી ફેસ પેક કેવી રીતે તૈયાર કરી શકાય.
1. ડુંગળી અને મધ નો ફેસ પેક
આ ફેસ પેક તૈયાર કરવા માટે એક ડુંગળી અને 2 ચમચી મધની (honey)જરૂર પડશે.સૌથી પહેલા ડુંગળીને છોલીને સારી રીતે ધોઈ લો, જેથી તેના પર કોઈપણ પ્રકારના બેક્ટેરિયા કે કીટાણુ હોય તો તે દૂર થઈ જાય.હવે ડુંગળીના ટુકડા કરો અને તેને પીસી લો.આ પછી, ડુંગળીની પેસ્ટમાં મધ ઉમેરો અને બંનેને ત્યાં સુધી મિક્સ કરો કે જ્યાં સુધી બન્ને સારી રીતે ઓગળી ના જાય.હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને 15 થી 20 મિનિટ સુધી રાખ્યા બાદ ધોઈ લો.આ પેક (onion pack)લગાવવાથી ન માત્ર પિમ્પલ્સથી છુટકારો મળે છે, સાથે જ ચહેરા પર દેખાતા ડાર્ક સ્પોટ્સ(dark spots) પણ દૂર થાય છે.
2. ડુંગળી અને બદામ તેલ નો ફેસ પેક
પિમ્પલ્સ માટે, ડુંગળીમાં બદામનું તેલ (almond oil)ઉમેરીને માસ્ક પણ તૈયાર કરવામાં આવે છે.આ માટે એક બાઉલમાં ડુંગળીનો રસ કાઢો અને બદામનું તેલ સમાન માત્રામાં મિક્સ કરો.બદામના તેલ સિવાય તમે ઓલિવ ઓઇલ(olive oil) નો પણ ઉપયોગ કરી શકો છો.આ મિશ્રણને 15 મિનિટ સુધી ચહેરા પર રાખ્યા બાદ તેને સારી રીતે ધોઈ લો.જો તમે ઈચ્છો તો ડુંગળીનો રસ સીધો ચહેરા પર પણ લગાવી શકો છો. તે ચહેરાને ચમકાવવામાં મદદ કરે છે અને વૃદ્ધાવસ્થાના ચિન્હો પણ દૂર કરે છે.
આ સમાચાર પણ વાંચો: બ્યૂટી ટિપ્સ- ત્વચાથી લઈને વાળ સુધી વિટામિન E કેપ્સ્યુલના છે અદ્ભુત ફાયદા-જાણો તેના અન્ય લાભ વિશે