ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઓક્ટોબર, 2021
બુધવાર
કેન્દ્ર સરકારના સમગ્લર ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર એક્ટ ઓથોરિટીએ દાઉદની ભારતની મિલકત જપ્ત કરી હતી. પછી તેની લિલામી થઈ હતી. દિલ્હીના ઍડવોકેટ અજય શ્રીવાસ્તવે દાઉદની મિલકત લિલામીમાં ખરીદી હતી. જેમાં આ કુખ્યાત અંડરવર્લ્ડના ડોનનું ખેડ તાલુકાના મુંબકે ગામનું ઘર છે. આ ઘરમાં શ્રીવાસ્તવે સનાતન ધર્મનું શિક્ષણ આપવા માટે પાઠશાળા ખોલવાનો નિર્ણય લીધો છે. એથી જે ઘરમાં દાઉદના ષડયંત્રોની યોજનાઓ બનતી હતી ત્યાં હવે વેદોના મંત્રો ગૂંજશે.
સાવધાન! ઈ મેલમાં આવેલી પીડીએફ ફાઈલ ખોલી તો આવી બન્યું, સાયબર પોલીસે આપી ચેતવણી. જાણો વિગત.
દાઉદ ઈબ્રાહીમ મુળ રત્નાગીરી જિલ્લાના ખેડા તાલુકાના મુંબકે ગામનો છે. તેના પિતા ઇબ્રાહિમ કાસકર મહારાષ્ટ્ર પોલીસ દળમાં કાર્યરત હતા. ઉપલબ્ધ માહિતી મુજબ વર્ષ ૧૯૭૯-૮૦ દરમિયાન તેમણે મુંબકેમાં ઘર બાંધ્યું હતું. દાઉદનું કુટુંબ રજાઓ માણવા માટે આ ગામમાં આવતું હતું. ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપર બે માળા એવા આ ઘરની સ્થિતિ અત્યારે ભૂતબંગલા જેવી થઈ ગઈ છે. મહિનાઓથી ખાલી પડેલા નિર્જન ઘરને હવે ઉપયોગમાં લેવાનો નિર્ણય શ્રીવાસ્તવે કર્યો છે આ ઘરને ચિત્રગુપ્ત ભવન એવું નામ અપાયું છે અને આગામી દિવસોમાં અહીં સનાતન ધર્મ પાઠશાળા ટ્રસ્ટનું ગુરુકુળ શરૂ કરવામાં આવશે