News Continuous Bureau | Mumbai
મુસાફરોની સુવિધા માટે અને મુસાફરીની માંગણીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે(Western railway)એ વિશેષ ભાડા પર બે જોડી વિશેષ ટ્રેનો(2 pairs of special trains)ની ટ્રિપ્સ(trips) લંબાવી છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ જોડીની ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1. ટ્રેન નંબર 09005 બાંદ્રા ટર્મિનસ – ઇજ્જતનગર દ્વિ-સાપ્તાહિક વિશેષ કે જેને 29મી જુલાઈ, 2022 સુધી સૂચિત કરવામાં આવી હતી તેને 05મી ઓગસ્ટથી 19મી ઓગસ્ટ 2022 અને 16મી સપ્ટેમ્બરથી 30મી સપ્ટેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવી છે.
2. ટ્રેન નંબર 09006 ઇજ્જતનગર – બોરીવલી દ્વિ-સાપ્તાહિક વિશેષ જે 30મી જુલાઈ, 2022 સુધી સૂચિત કરવામાં આવી હતી તેને 6ઠ્ઠી ઓગસ્ટથી 20મી ઓગસ્ટ 2022, 17મી સપ્ટેમ્બરથી 01મી ઓક્ટોબર, 2022 સુધી લંબાવવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : અંધેરી સ્ટેશન પર વેસ્ટર્ન રેલવે એ ખુલ્લો મુક્યો નવો સ્કાયવોક-જુઓ નવા સ્કાયવોકની તસવીરો
3. ટ્રેન નંબર 09075 મુંબઈ સેન્ટ્રલ – કાઠગોદામ વીકલી સ્પેશિયલ જેને 27મી જુલાઈ, 2022 સુધી સૂચિત કરવામાં આવી હતી તેને 3જી ઓગસ્ટથી 17મી ઓગસ્ટ 2022 અને 14મી સપ્ટેમ્બરથી 28મી સપ્ટેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવી છે.
4. ટ્રેન નંબર 09076 કાઠગોદામ – મુંબઈ સેન્ટ્રલ વીકલી સ્પેશિયલ જેને 28મી જુલાઈ, 2022 સુધી સૂચિત કરવામાં આવી હતી તેને 04મી ઓગસ્ટથી 18મી ઓગસ્ટ 2022 અને 15મી સપ્ટેમ્બરથી 29મી સપ્ટેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09075 ની વિસ્તૃત ટ્રિપ્સનું બુકિંગ ખુલ્લું છે, જ્યારે ટ્રેન નંબર 09005 માટે PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર 3જી ઓગસ્ટ, 2022ના રોજ ખુલશે. હોલ્ટના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : ભલે બહાર વરસાદ ચાલુ હોય પણ મુંબઈમાં આ દિવસે હશે પાણી કપાત- સાચવીને પાણી વાપરજો