News Continuous Bureau | Mumbai
ઉનાળામાં વેકેશન માં પ્રવાસીઓની ભીડને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ વિવિધ સ્થળોએ વિશેષ ભાડા પર સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા અને ભાવનગર વચ્ચે અને સુરતથી કરમાલી અને હાટિયા વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે બહાર પાડેલી પ્રેસ રીલીઝ મુજબ આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1) ટ્રેન નંબર 09453/09454 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ [14 ટ્રીપ્સ]
ટ્રેન નંબર 09453 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસથી સવારના 09.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે રાતના 23.45 કલાકે ભાવનગર પહોંચશે. આ ટ્રેન 15મી એપ્રિલથી 27મી મે, 2022 સુધી દોડાવવામાં આવશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09454 ભાવનગર ટર્મિનસ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી દર ગુરુવારે બપોરના 2.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારના 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 14મી એપ્રિલથી 26મી મે, 2022 સુધી દોડાવવામાં આવશે. આ ટ્રેન માર્ગમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, સુરેન્દ્રનગર ગેટ, બોટાદ, ધોળા જં., સોનગઢ અને ભાવનગર પરા સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો :ભારતના આ પાડોશી દેશ ઉર્જા સંકટ. રાષ્ટ્રવ્યાપી દૈનિક વીજ કાપમાં થયો વધારો; હવે આટલા કલાક રહેશે અંધારપટ
2) ટ્રેન નંબર 09193/09194 સુરત-કરમાલી સ્પેશિયલ [16 ટ્રીપ્સ]
ટ્રેન નંબર 09193 સુરત – કરમાલી સ્પેશિયલ સુરતથી દર મંગળવારે સાંજે 7.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે11.30 કલાકે કરમાલી પહોંચશે. આ ટ્રેન 19મી એપ્રિલથી 07મી જૂન, 2022 સુધી દોડાવવામાં આવશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09194 કરમાલી – સુરત સ્પેશિયલ દર બુધવારે કરમાલીથી બપોરના 12.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.00 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન 20મી એપ્રિલથી 8મી જૂન, 2022 સુધી દોડાવવામાં આવવાની છે. આ ટ્રેન માર્ગમાં વલસાડ, વાપી, વસઈ રોડ, ભીવંડી રોડ, પનવેલ, રોહા, માનગાંવ, વીર, ખેડ, ચિપલુણ, સાવરદા, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, કંકાવલી, સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી રોડ અને થિવીમ સ્ટેશન પર બંને દિશામાં સ્ટોપ લેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે.
3) ટ્રેન નંબર 09069/09070 સુરત-હાટિયા સુપરફાસ્ટ સ્પેશિયલ [16 ટ્રીપ્સ]
ટ્રેન નંબર 09069 સુરત – હાટિયા સ્પેશિયલ સુરતથી દર ગુરુવારે બપોરના 14.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે 18.00 કલાકે હાટિયા પહોંચશે. આ ટ્રેન 21મી એપ્રિલથી 09મી જૂન, 2022 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09070 હાથિયા – સુરત સ્પેશિયલ દર શુક્રવારે હાટિયાથી 23.30 કલાકે ઉપડશે અને રવિવારે 04.00 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન 22મી એપ્રિલથી 10મી જૂન, 2022 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશાઓ નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, મલકાપુર, શેગાંવ, અકોલા, બડનેરા, વર્ધા, નાગપુર, ગોંદિયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા અને રૌરકેલા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : મોદી સરકારનો મોટો નિર્ણય: દેશની આ અગ્રણી ઓઇલ ઉત્પાદક કંપનીની 1.5 ટકા ભાગીદારી વેચી દેશે, જાણો કેટલાં હજાર કરોડ ભેગાં કરવાનો પ્લાન
ટ્રેન નં. 09453, 09454, 09193 અને 09069નું બુકિંગ પહેલી એપ્રિલ, 2022થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. હોલ્ટના સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે