વધુ સમાચાર

અજબ-ગજબ : આ ગામમાં પાંચ દિવસ સુધી કપડાં નથી પહેરતી મહિલાઓ, આ છે કારણ

Sep, 15 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

બુધવાર

વિશ્વ આજે એકવીસમી સદીમાં પહોંચી ગયું. છતાં ભારત દેશમાં અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં હજુ પણ જૂના રિવાજો અનુસરવામાં આવે છે. ચાલો, એવા એક રિવાજ વિશે જાણીએ.

 તમે માનશો નહીં કે ભારતમાં હજુ પણ આવું થાય છે. પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશના મણિકર્ણ ઘાટીના પીણી ગામમાં હજુ પણ એક વિશિષ્ટ પરંપરાનું પાલન કરવામાં આવે છે.

આ વિચિત્ર પરંપરા દર વર્ષે પીણી ગામમાં શ્રાવણ માસમાં અનુસરવામાં આવે છે. આ ગામની મહિલાઓ ઘણાં વર્ષોથી આ પરંપરાને અનુસરી રહી છે. એવું માનવામાં આવે છે કે પરિણીત મહિલાઓએ પાંચ દિવસ સુધી કપડાં ન પહેરવાં જોઈએ. જો કોઈ પણ મહિલા કપડાં પહેરે છે, તો તે મહિલાને કોઈ અશુભ સમાચાર સાંભળવા મળે છે અને તેના ઘરમાં કેટલીક અપ્રિય ઘટના બની શકે છે. આ પરંપરા ગામના દરેક ઘરમાં અનુસરવામાં આવે છે.

સફળતાની વાર્તા :  પિતા પાસેથી પ્રેરણા લઈને પુત્રી અને પતિના પગલે ચાલીને પત્ની બની ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ

આ સિવાય પતિ-પત્ની આ પાંચ દિવસ સુધી એકબીજા સાથે વાત પણ કરતાં નથી. તેઓ એકબીજાથી દૂર રહે છે. જ્યારે સ્ત્રીઓ આ પરંપરાને અનુસરી રહી હોય છે, ત્યારે પુરુષો દારૂનું સેવન કરતા નથી. આ પરંપરા 17 ઑગસ્ટથી 21 ઑગસ્ટ સુધી ચાલે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે જો આ ન કરવામાં આવે તો દેવતા નારાજ થઈ જાય છે.

હકીકતમાં એવું કહેવાય છે કે જ્યારે લાહુઆ ઘોંડદેવતા પીણી ગામમાં આવ્યા ત્યારે રાક્ષસોએ આતંક મચાવ્યો હતો, પરંતુ દેવતા પીણીમાં આવતાં જ રાક્ષસોનો નાશ થયો હતો. ત્યારથી આ પરંપરા ચાલી રહી છે, જે હજુ પણ ત્યાંના લોકો અનુસરે છે. લોકોનું કહેવું છે કે સદીઓ પહેલાં એક રાક્ષસ સુંદર વસ્ત્રોમાં સજ્જ મહિલાઓને છીનવી લેતો હતો. એવી માન્યતા છે કે લાહુઆદેવતા હજુ પણ આ ગામમાં આવે છે અને દુષ્ટો સામે લડે છે.

જોકે સમયની સાથે ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે. હવે આ પરંપરાને અનુસરવા માટે મહિલાઓ પાંચ દિવસ સુધી કપડાં બદલતી નથી. હવે તે ખૂબ જ પાતળાં કપડાં પહેરે છે, પરંતુ અગાઉ મહિલાઓ પાંચ દિવસ સુધી કપડાં પહેરતી નહોતી. તે માત્ર ઊનથી બનાવેલું પાતળું કપડું ઓઢતી હતી. આ દિવસોમાં ગામમાં કોઈ માંસ અને દારૂનું સેવન પણ કરતું નથી.

ઠંડા કલેજે લોકોની હત્યા કરનાર મુકતાર અન્સારીની તબિયત બગડી. હોસ્પિટલમાં ભરતી. 

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )