News Continuous Bureau | Mumbai
સામાન્ય રીતે કહેવામાં આવે છે કે સામેવાળી વ્યક્તિ કેવા પ્રકારનું વર્તન કરે છે તે બાબત તમારા પોતાના વર્તન પર આધાર રાખે છે. દાખલા તરીકે કેટલીક વખત તમે કોઇ વ્યક્તિને જોઇને ગુસ્સો કરો છો, આવી જ રીતે સામેવાળી વ્યક્તિ પણ ગુસ્સો કરે છે. હસવાથી ખુશી મળે છે ક્રોધિત થવાની સ્થિતિમાં ગંભીરતાના ભાવ આવે છે. ટૂંકમાં ચહેરાના હાવભાવ તમામ બાબતો નક્કી કરે છે. ચહેરાના હાવભાવથી સામેવાળી વ્યક્તિના વર્તનને જાણી શકાય છે. હસવાથી ખુશી અને ગુસ્સો થવાથી ગંભીરતાના ભાવ આવે છે. હાલમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં આ ખુલાસો થયો છે.
જર્મનીની રેગેન્સબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર એન્ડ્રિયાસ મુહલબર્ગરે આશરે 68 યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર કરેલા અભ્યાસ બાદ આ દાવો કર્યો છે. આના માટે તેઓએ એક એઆઇ ડિઝાઈન પણ બનાવી છે, જે લોકોના ફેશિયલ એક્સપ્રેશન ( ચહેરાના ભાવ) મુજબ તેમની સાથે વર્તન કરે છે. જ્યારે એઆઇ તરફ જોઇને હસવામાં આવે છે ત્યારે એઆઇ પણ આવી જ પ્રતિક્રિયા આપે છે. જો કે કેટલાક એવા વિદ્યાર્થીઓ પણ હતા જેમને હસતા જોઇને પણ એઆઇ દ્વારા ગુસ્સાના ભાવ વ્યક્ત કર્યા હતા. તેમની સાથે અનુભવ ખરાબ રહ્યો હતો. અભ્યાસ મુજબ, આ માનવી વર્તન તરીકે છે. અભ્યાસ મુજબ, સામાન્ય રીતે કોઇ પણ વ્યક્તિ જેવું વર્તન કરે છે તેવું જ વર્તન સામેવાળી વ્યક્તિ પણ કરે છે. આનાથી વ્યક્તિ કેટલાંક તારણ પર પણ પહોંચે છે.
ઇટાલીના ઇન્ટરનેશનલ સ્કૂલ ફોર એડવાન્સ્ડ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિ પોતાની રીતે ચહેરાના ભાવ સમજે છે. કોઇના ભાવને જોઇને એક વ્યક્તિ તેને ગુસ્સામાં સમજે છે, તો કોઇને તે દુઃખી લાગે છે.
આ સમાચાર પણ વાંચો: દસ વર્ષ સુધી સતત વધારા પછી સ્માર્ટફોનનું વેચાણ 2021માં 16 કરોડ 10 લાખ યુનિટના ટોચે પહોંચ્યું હતું, જે સંખ્યા ઘટીને 14 કરોડ 80 લાખ પર આવી ગઈ છે
Join Our WhatsApp Community