333
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઇ ગયું છે. વિધાનસભાની 182 બેઠકો પરથી 156 સીટ પર ભાજપે જીત હાંસલ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ કરી નાખ્યા છે. કોંગ્રેસ 17 બેઠક અને AAPએ 5 બેઠક પરથી જીત હાંસલ કરી હતી. ત્યારે કોંગ્રેસની શરમજનક હાર થતાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ આ હારની જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપી દીધું છે. તેમણે તેમનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને મોકલી આપ્યું છે.
આ સમાચાર પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી: ગુજરાતભરમાં ભાજપની આંધી, આપના સૂપડા સાફ.. માત્ર આટલી સીટ પર મળી જીત.
મીડિયા રિપોર્ટ્સ મુજબ રઘુ શર્માએ જણાવ્યું કે ગુજરાતમાં અમારી અપેક્ષા પ્રમાણે પરિણામ આવ્યું નથી. હું પરાજયની જવાબદારી સ્વીકારતા મારા હોદ્દા પરથી રાજીનામું આપું છું.
You Might Be Interested In