News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર સ્ટેટ ઓફ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના જનરલ સેક્રેટરી અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે વિવિધ સરકારી વિભાગો દ્વારા કાયદાઓમાં વારંવાર કરવામાં આવતા ફેરફાર, તેમજ દૈનિક ધોરણે ઘટી રહેલા વેપાર સંદર્ભે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક સો વર્ષ થી જુની સંસ્થા તેમજ એશિયાની સૌથી મોટી માર્કેટ ગ્રેઈન રાઇસ એન્ડ ઓઈલ સીડ્સ મર્ચન્ટ્સ એસોસિએશન (GROMA) માર્કેટ દ્વારા બોલાવવામાં આવી હતી.
ગ્રોમા પ્રમુખ શરદ મારુએ CAIT અને શંકર ઠક્કરનો પરિચય અને સ્વાગત કરીને બેઠકની શરૂઆત કરી અને અનાજ બજારના જથ્થાબંધ વેપારીઓને કાયદાને જટિલ બનાવીને અને સતત થઈ રહેલા સુધારાને કારણે પડી રહેલી સમસ્યાઓથી વાકેફ કર્યા. ખાસ કરીને થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના ખાદ્ય અને પુરવઠા મંત્રાલયે ફરીથી વેપારીઓને પોર્ટલ પર તેમની પાસે ઉપલબ્ધ માલની માહિતી આપવા માટે સૂચના આપી છે, પરંતુ હજુ પણ એ સ્પષ્ટ નથી થયું કે વેપારીઓ પર સ્ટોક લિમિટ લાદવામાં આવી છે કે નહીં જેના કારણે વેપારી મુંઝવણમાં મુકાયા છે. તેમણે માંગણી કરી હતી કે આ બાબતો અંગે વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો: Beauty tips: શું તમે ગ્લો માટે વારંવાર બ્લીચ કરો છો તો ધ્યાન રાખો, આ ભૂલથી ત્વચા કાળી થઈ શકે છે.
શરદ મારુએ ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના નેતૃત્વમાં એફએસએસએઆઈ વિભાગ દ્વારા વેપારીઓને થતી હેરાનગતિ સામે ચલાવવામાં આવી રહેલા આંદોલનને સંપૂર્ણ ટેકો આપતાં જણાવ્યું હતું કે, આ ઝુંબેશમાં જ્યાં જરૂર હશે ત્યાં ગ્રોમા ખભે ખભા મિલાવીને ટેકો આપશે. કારણ કે FSSAI એક્ટની ખોટી જોગવાઈઓને કારણે અનાજ બજારના ઘણા વેપારીઓને સજા થઈ છે અને અમે આ બાબતની જાણ મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારને કરી છે.
શંકર ઠક્કરે અનાજ બજારના વેપારીઓને તેમના વેપારને જીવંત રાખવા માટે આધુનિક બનાવવા અને ઓનલાઈન વેપાર કરવા પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, તાજેતરમાં અમે દેશના વેપારીઓને બચાવવા માટે “ભારત ઈ-માર્ટ” નામનું પોર્ટલ શરૂ કર્યું છે અને તેના પર કોઈ રજિસ્ટ્રેશન ફી નથી. તેમજ માલના વેચાણ પર કોઈ કમિશન લેવામાં આવતું નથી, અને દુકાન સ્થાપવા માટે કોઈ ખર્ચ કરવાની જરૂર નથી, આ માટે તમામ વેપારીઓ આ પોર્ટલ દ્વારા તેમનો વ્યવસાય શરૂ કરી શકે છે. જૂના સ્તર પર પાછા લાવી શકે છે.
ગ્રોમાના જનરલ સેક્રેટરી અમૃત જૈને કહ્યું હતું કે, ઓનલાઈન બિઝનેસને ભવિષ્યના બિઝનેસ તરીકે સ્વીકારવો પડશે. તેમજ ગ્રોમા દ્વારા કરવામાં આવેલી હિલચાલમાં મળેલી સફળતા વિશે જણાવ્યું હતું.
આ બેઠકમાં ગ્રોમાના પદાધિકારીઓ અને અનેક ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: વેસ્ટર્ન રેલ્વે ની ચાલુ ટ્રેનમાં મહિલાઓના હીંચકા, વીડિયો થયો વાયરલ….
Join Our WhatsApp Community