News Continuous Bureau | Mumbai
આપણા દેશમાં ટેલેન્ટેડ લોકોની કોઈ કમી નથી. દરરોજ આપણને સોશિયલ મીડિયા પર ઘણા ટેલેન્ટ લોકોના વીડિયો જોવા મળે છે. જેને જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યમાં પડી જાય છે. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં વાળ કાપનાર વાળંદનું ટેલેન્ટ જોઈને લોકો ચોંકી ગયા. વાળંદનું પરાક્રમ જોઈને દરેક વ્યક્તિ પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી.
વાસ્તવમાં, આપણે બધા વાળ કાપવા અથવા તેમને સારો દેખાવ આપવા વાળંદ પાસે જઈએ છીએ. જ્યાં કાતરની મદદથી વાળંદ આપણા માથાના વાળને જુદી જુદી સ્ટાઇલમાં કાપે છે. અત્યારે આપણા બધાના મનમાં એક પ્રશ્ન અવાર નવાર આવે છે કે જ્યારે વાળંદના માથાના વાળ ઉગે છે ત્યારે તે જાતે જ કાપે છે કે પછી બીજા વાળંદથી કપાવે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં આનો જવાબ મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : મધ્ય રેલવે કોંકણ વિભાગ માટે બે પાંચ નહીં પણ આટલી બધી સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવશે..