વધુ સમાચાર

રેમડેસીવિયરના કાળા બજાર કરતા ઝડપાયા, તપાસમાં ખબર પડી કે મેડિકલની દુકાન પોતે જ કાળા બજાર કરે છે. જાણો લોકોને બ્લેકમેઇલ કરવાની રીત...

Apr, 9 2021


ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 9 એપ્રિલ 2021
શુક્રવાર
ભારતમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલુ છે, જેમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ મહારાષ્ટ્રની છે. તેવામાં દેશની આર્થિક રાજધાનીમાંથી રેમડેસીવિયર ઈન્જેકશનની કાળા બજારીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. રેમડેસીવિયર ઈન્જેકશન ગંભીર રીતે કોરોનાથી પીડાતા દર્દીની સારવારમાં વપરાય છે.


મરોલ પોલીસને ગઈકાલે ખબરી પાસેથી રેમડેસીવિયરના થતી કાળા બજારીની બાતમી મળતા પોલીસ એક્શન મોડમાં આવી હતી અને એક વ્યક્તિની રેમડેસીવિયરના ૧૨ ઈન્જેકશન સાથે ધરપકડ કરી હતી. તે વ્યક્તિ પાસેથી પૂછપરછ બાદ માહિતી પ્રમાણે પોલીસે GR ફાર્મામાં રેડ પડી હતી અને રેમડેસીવિયરના કુલ ૨૮૪ ઈન્જેકશન તાબામાં લીધા હતા અને બીજા બે લોકોની પણ અટક કરી હતી.

News continuous exclusive : સોમવારથી દુકાનો ખુલ્લી રાખવી કે નહીં? આ સંદર્ભે સરકારે આપ્યો છે આ જવાબ.
ઉલ્લેખનીય છે કે આરોપીઓ એક ઈન્જેકશન માટે ૮૦૦૦ રૂપિયા જેટલી રકમ જરૂરિયાતમંદ પાસેથી વસૂલતા હતા. પોલીસે કલમ ૪૨૦ અને બીજી લાગુ પડતી કલમો અનુસાર ગુનો નોંધ્યો છે.

 

Leave Comments