ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑગસ્ટ, 2021
શનિવાર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીમાં થતો જોવા મળી રહ્યો છે.
દિલ્હીમાં દલિત બાળકી સાથે સામુહિક બળાત્કાર અને હત્યા મામલે કરવામાં આવેલા ટ્વિટને લઇ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ ફરિયાદ ભાજપ પ્રવક્તા નવીન કુમારે નવી દિલ્હીના બારાખંબા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
ભાજપના પ્રવક્તાનવીન કુમારે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, રાહુલ ગાંધીની સામે પોક્સો કાયદાની કલમ હેઠળ કેસ નોંધાવો જોઈએ. રાહુલે પોક્સો કલમની અવગણના કરી છે.
ઉલ્લેખીય છે કે રાહુલ ગાંધીએ બાળકીના માતા-પિતા સાથે મુલાકાત કર્યા બાદ તેમની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારબાદ હોબાળો થયો હતો.
આ ઉપરાંત માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટરે તસ્વીર જાહેર કરવા સંદર્ભે રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓની સામે કાર્યવાહી કરી હતી.