News Continuous Bureau | Mumbai
વાળ સફેદ થવા એ આજકાલ સામાન્ય બાબત છે. યુવાનોમાં વાળ સફેદ થઈ રહ્યા છે. જેનું કારણ રાસાયણિક ઉત્પાદનો, ખોરાકની અછત અથવા તણાવની સમસ્યા છે. સફેદ વાળને છુપાવવા માટે મોટાભાગના લોકો કલર કે ડાઈ લગાવવાનું શરૂ કરી દે છે. જે વાળને વધુ નુકસાન પહોંચાડે છે. વાળ તૂટવાની સાથે વાળ ખરવા, નબળા પડવા અને સફેદ થવામાં વધારો થાય છે. વાળને કાળા કરવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો. તેનાથી વાળનું સફેદ થવાનું ધીમે ધીમે ઓછું થશે. મીઠા લીમડા નો ઉપયોગ સાંભાર અને મોટાભાગે ટેમ્પરિંગ માટે થાય છે. મીઠા લીમડા ના ગુણ વાળની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. તો ચાલો જાણીએ તેનો ઉપયોગ કેવી રીતે કરવો.
– વાળ સફેદ થવાનું મુખ્ય કારણ મેલાનિનની ઉણપ છે. મેલાનિનની ઉણપ મઠ લીમડા ના પાન થી દૂર થાય છે. વાળને કુદરતી રીતે કાળા કરવા માટે મીઠા લીમડા નો હેર માસ્ક બનાવીને વાળમાં લગાવો. આ વાળને કાળા કરવામાં મદદ કરશે. તે વાળને ચમકદાર પણ બનાવે છે.
– આ હેર માસ્ક બનાવવા માટે મીઠા લીમડા ની જરૂર પડશે. આ મટે મીઠા લીમડાના પાંદડાને પીસીને પેસ્ટ બનાવો. પછી આ પેસ્ટમાં નારિયેળ તેલ ઉમેરો. અને તેને દહીં સાથે ફેંટી લો . વિટામીન E કેપ્સ્યુલને એકસાથે ભેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને સહેજ ગરમ કરો. હેર માસ્ક તૈયાર છે.
– વાળમાં હેર માસ્ક લગાવતા પહેલા શેમ્પૂ કરો અને વાળને સારી રીતે સાફ કરો. પછી આ હેર માસ્કને શુષ્ક વાળ પર લગાવો અને તેને સુકાવા દો. લગભગ એક કલાક પછી વાળ ધોઈ લો. આ હેર માસ્ક અઠવાડિયામાં બે વાર લગાવો. થોડા દિવસોમાં જ ફરક દેખાશે.
આ સમાચાર પણ વાંચો : એક વ્યક્તિએ જીવને જોખમમાં મૂકી કિંગ કોબ્રાને તળાવમાંથી બહાર કાઢ્યો – વિડીયો જોઈ યૂજર્સ ચૌકી ઉઠયા