News Continuous Bureau | Mumbai
લિયોનલ મેસી (Lionel Messi) ની ગણતરી વિશ્વના દિગ્ગજ ફૂટબોલરોમાં થાય છે. આર્જેન્ટિનાના આ સુપરસ્ટારની ફેન-ફોલોઈંગ ભારત સહિત ઘણા દેશોમાં છે. ભારતમાં પણ મોટી સંખ્યામાં લિયોનેલ મેસીના ચાહકો છે. હવે મેસીની ટીમ આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપ-2022ની ચેમ્પિયન બની ગઈ છે. ત્યારે ઘણા ફૂટબોલ ચાહકો તેની સેલરી અને નેટ-વર્થ (Net worth) વિશે જાણવા માંગે છે.
ઘણા દેશોમાં ઘર
મેસી હાલમાં વિશ્વના સૌથી અમીર ખેલાડીઓમાંથી એક છે. તેણે અગાઉ બાર્સેલોનાનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ ઓગસ્ટ 2021માં તે પેરિસ સેન્ટ-જર્મનમાં જોડાયો હતો. મેસીને આ ફૂટબોલ ક્લબ સાથે કરાર તરીકે મોટી રકમ મળી અને તેની નેટવર્થ પણ વધી. જો મેસીની કુલ સંપત્તિ જોવામાં આવે તો તે અબજોમાં છે. તેના ઘણા દેશોમાં આલીશાન મકાનો છે.
આવકના ઘણા સ્ત્રોત
મેસી માત્ર ફૂટબોલ મેચોમાંથી જ નહીં, પરંતુ ઘણા સ્ત્રોતોમાંથી કમાણી કરે છે. તેમા તેની મોટી બ્રાન્ડ્સ સાથે કરાર, ફેન ઇન્ટરેક્શન એપ્લિકેશન્સ અને તેના પોતાના ડ્રેસ સ્ટોર પણ છે. આટલું જ નહીં જ્યારે તે કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપે છે, ત્યારે તેના દ્વારા પણ વધુ કમાણી થાય છે. તે પોતાનો સ્ટોર ‘મેસી સ્ટોર’ પણ ચલાવે છે.
આ સમાચાર પણ વાંચો: NPS હેઠળ PRAN કાર્ડ હોવું ખૂબ જ જરૂરી, દરેક પળે આવે છે કામ: જાણો કેવી રીતે કરવી અરજી
આટલી છે નેટવર્થ
આર્જેન્ટિનામાં જન્મેલા લિજેન્ડે બાર્સેલોના સાથેનો કરાર સમાપ્ત કર્યો ત્યાં સુધીમાં, મેસીની સ્પોન્સરશિપ આવક લગભગ 1.3 બિલિયન ડોલર હતી. 900 મિલિયન ડોલરની અંદાજિત સેલરી સિવાય, તેણે એન્ડોર્સમેન્ટ ડીલ્સમાંથી અત્યાર સુધીમાં 400 મિલિયન ડોલરની કમાણી કરી છે. તેની નેટવર્થની વાત કરીએ તો એક રિપોર્ટ અનુસાર તે 620 મિલિયન ડોલર (લગભગ 51 અબજ રૂપિયા) છે.
ઘણા દેશોના બજેટ કરતા વધુ નેટવર્થ
મેસીની કુલ સંપત્તિ ઘણા દેશોના કુલ વાર્ષિક બજેટ જેટલી છે. ફોર્બ્સની વર્ષ 2022 માટે સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની યાદીમાં મેસીનું નામ પણ ટોપર્સમાં સામેલ હતું. તેના મુજબ તેણે 2022માં 130 મિલિયન ડોલરની કમાણી કરી હતી. જો મેસીની કુલ નેટવર્થની વાત કરવામાં આવે તો તે કોમોરોસ, ગેમ્બિયા, સેશેલ્સ અને ચાડના કુલ વાર્ષિક બજેટ કરતાં વધુ છે. એટલું જ નહીં, સોમાલિયા, બર્મુડા જેવા દેશો પણ વાર્ષિક બજેટ મેસીની નેટ-વર્થની લગભગ બરાબર રાખે છે.
આ સમાચાર પણ વાંચો: Rs 25000નું બ્રાન્ડેડ સ્માર્ટ ટીવી મળી રહ્યું છે અડધી કિંમતે; આ 4 મોડલ પર ભારે ડિસ્કાઉન્ટ