News Continuous Bureau | Mumbai
કુદરત સાથે ચેડા કરવાએ સમગ્ર વિશ્વ માટે ખતરો છે. અને કુદરત દરેક વસ્તુનો હિસાબ લેશે. આપણે બધા કુદરતના નિયમો વિરિદ્ધ જઈ કામ કરી રહ્યા છીએ. અને તેના કારણે તેનું પરિણામ આપણે જ ભોગવવુ પડશે. ભલે પછી તેમા થોડો સમય લાગે. હવે જરા જુઓ આ ભયાનક વિડીયો જે સ્પેનનો હોવાનું કહેવાઈ રહ્યું છે, જે ગુઝબમ્પસ આપી રહ્યું છે.
જુઓ વિડીયો
View this post on Instagram
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દરિયાના ડરામણા મોજાઓ એક ઊંચી ઈમારતને ધક્કો મારતા જોવા મળે છે. આ વિડીયો સ્પેનના કેનેરી આઈલેન્ડનો છે, જ્યાં બીચ પર ઈમારતો ઉભી કરવામાં આવી છે, જેથી લોકો સમુદ્રનો સુંદર નજારો જોઈ શકે. જો કે, કુદરતને માણસનું આ કૃત્ય બિલકુલ પસંદ ન આવ્યું. તેથી દરિયામાંથી ઉછળતા ઊંચા મોજાએ એક જ ઝાટકે ઇમારતનો દેખાવ બગાડી નાખ્યો.
આ સમાચાર પણ વાંચો: The Boodles : ધ બૂડલ્સ ખાતે યોજાયો ટેનિસ સ્ટાર મેળો, નીતા અંબાણીએ રજૂ કર્યો પ્રથમ રિલાયન્સ ફાઉન્ડેશન ESA કપ…
એક મોજાએ કર્યા બે માળ ધરાશાયી
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે તોફાની રીતે દરિયામાંથી મોજાઓ ઉછળી રહ્યાં છે. એક લહેર એટલી ઉંચી હતી કે બાજુની ઈમારતના બે માળ ધરાશાયી થઈ ગયા. હવે જરા વિચારો કે આ સમયે જો કોઈ ઈમારતની બાલ્કનીમાં હાજર હોય તો તેનું નસીબ શું હશે? અલબત્ત, તે પણ દરિયાના મોજામાં ક્યાંક ખોવાઈ ગયો હશે.
યુઝર્સે બિલ્ડિંગને સલામતીના નિયમોની વિરુદ્ધ જણાવ્યું
વિડિયો જોઈ રહેલા ઘણા લોકોએ તેના પર કમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું, ‘આ બિલ્ડીંગ દરિયાની આટલી નજીક કેમ બનાવવામાં આવી છે? આ સલામતીના નિયમોની વિરુદ્ધ છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ બિલ્ડિંગ સાથે આવું થવું જોઈતું હતું.’