News Continuous Bureau | Mumbai
Gujarat Politics : આગામી સમયમાં ગુજરાત રાજ્યમાંથી રાજ્યસભાની ત્રણ સીટો ખાલી પડી રહી છે ત્યારે આ ત્રણેય સીટો ભાજપને મળે એ વાત નક્કી છે. રાજ્યસભાની ચૂંટણીનુ અંકગણિત માંડીએ તો 182 બેઠકો આધારે ઓછામાં ઓછા 45 ધારાસભ્યો હોવા જરૂરી છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 17 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. આ પરિસ્થિતિમાં જો કોંગ્રેસ પાર્ટી પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારશે તો તેનું હારવું નિશ્ચિત છે.
ગુજરાતના રાજકારણમાં આવું પહેલી વાર થશે
હવે આગામી ચૂંટણી સુધી જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીનું સંખ્યા બળ નહીં વધે ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેશે. આગામી પાંચ વર્ષ અ સુધી ગુજરાત કોંગ્રેસને રાજ્યસભામાં આ એકેય બેઠક મળશે નહીં. એપ્રિલ- ૨૪માં રાજ્યસભાના ચાર સાંસદોની ટર્મ પૂર્ણ થશે જેમાં કોંગ્રેસના સાંસદ આ નારણ રાઠવા અને અમી યાજ્ઞિકનો સમાવેશ થાય છે. આ બે બેઠકથી પણ હાથ ધોઇ નાંખવા પડશે.
આ સમાચાર પણ વાંચો: India Weather : રાજસ્થાનના અનેક શહેરોમાં ધૂળની ડમરીઓ, દિલ્હીનું આકાશ ધુળીયુ…