Site icon News Continuous Bureau | Mumbai

ટીમ ઇન્ડિયાનો સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા બન્યો પિતા, નતાશા સ્ટેનકોવિકે પુત્રને આપ્યો જન્મ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

30 જુલાઈ 2020

ક્રિકેટની દુનિયાના હેપ્પી કપલમાંથી એક એટલે હાર્દિક અને નતાશા. જ્યારથી હાર્દિક અને નતાશાની સગાઇ થઇ છે ત્યારથી અત્યાર સુધી કપલ ખૂબ ચર્ચામાં રહ્યું હતું. આજે હાર્દિક પંડ્યા અને નતાશા માતા પિતા બન્યા છે. તેમની પત્ની અભિનેત્રી નતાશાએ એક પુત્રને જન્મ આપ્યો છે. હાર્દિકે તેના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેના ચાહકો સાથે નવજાત શિશુની તસવીરો શેર કરીને ચાહકો સાથે આ ખુશખબરી આપી છે. જોકે હાર્દિકે શેર કરેલા ફોટામાં તેમના પુત્રનો ચહેરો દેખાઈ રહ્યો નથી. 

હાર્દિકના પહેલા સંતાનના જન્મના સમાચાર મળ્યા પછી હવે ચાહકો એ બાબત માટે જ ઉત્સાહિત છે કે હવે તેઓ પોતાના બાળકનું નામ શું રાખશે. જો કે અત્યાર સુધી આ વાતની માહિતી સામે આવી નથી. નોંધનીય છે કે હાર્દિક પંડ્યાએ અભિનેત્રી નતાશા સાથે ગત જાન્યુઆરીમાં સગાઇ કરી હતી અને કોરોનાને કારણે લાગુ દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન લગ્ન કરી લીધા હતા. ક્રિકેટ અને મનોરંજન જગતમાંથી પણ અનેક લોકોએ હાર્દિક પંડ્યા અને નતાશાને પેરેન્ટ્સ બનવાની શુભેચ્છાઓ આપી છે. આ સાથે સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાના ચાહકો પણ શુભેચ્છા પાઠવી રહ્યા છે…  

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

EPFO PF Withdrawal Rule નોકરિયાત વર્ગ માટે મોટી ખુશખબર! હવે માત્ર એક ક્લિકમાં નીકળશે PF ના 90% પૈસા, જાણો EPFO ના નવા નિયમો
Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
Exit mobile version