News Continuous Bureau | Mumbai
કોઈપણ ઋતુમાં પગમાંથી દુર્ગંધ આવવી એ સામાન્ય સમસ્યા છે. ક્યારેક પગની દુર્ગંધ(smelly feet) અકળામણનું કારણ બની જાય છે. જ્યારે પણ તમે તમારા પગમાંથી પગરખાં ઉતારો છો, ત્યારે દુર્ગંધ આવવા લાગે છે. તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે અને આ સમસ્યાનો ઉકેલ શું છે? તો ચાલો આ વિષે જાણીયે.
પગમાંથી ગંધ કેમ આવે છે?
ડોકટરોના (doctor)મતે, તેમની ભાષામાં દુર્ગંધવાળા પગને બ્રોમોડોસિસ પણ કહેવામાં આવે છે. આ એક ખૂબ જ સામાન્ય પરિસ્થિતિ છે. તે ઘણા લોકોના રોજિંદા જીવનને અસર કરી શકે છે.
પગમાં દુર્ગંધ આવવાના કારણો
1. ગંદકી
મોટાભાગના લોકો પગની સ્વચ્છતાનું ધ્યાન રાખતા નથી. આમ આ સમસ્યા ઉદ્ભવવા લાગે છે. મોજાં ન બદલવાથી પણ દુર્ગંધ (smell)આવી શકે છે.
2. એથ્લીટ ફુટ
આ સમસ્યા અંગૂઠામાં થાય છે. તેને ફંગલ ઇન્ફેક્શન(fungal infection) કહેવામાં આવે છે. જે લોકો ટાઈટ શૂઝ પહેરે છે, તેમનામાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ખંજવાળ, બળતરા, ડંખ વગેરે એ એથ્લેટના પગના લક્ષણો છે.
3. પરસેવો
પગમાં શરીરના બાકીના ભાગ કરતાં વધુ પરસેવાની(sweat) ગ્રંથીઓ હોય છે. તેથી જ્યારે તમને પરસેવો આવે છે ત્યારે તે પગ પર જમા થાય છે અને બેક્ટેરિયા મોજાં અને જૂતાંમાં વધે છે.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી-જે લોકો અડધો કલાક વોશરૂમમાં વિતાવે છે તેઓ ડાયટમાં ફાઈબરયુક્ત ખોરાક ના મદદથી ઓછી કરી શકે છે સમસ્યા-જાણો તેના અન્ય ફાયદા
પગની દુર્ગંધથી રાહત મેળવવા માટે ના ઉપાય
આદુ
તમારા પગ પર આદુનો રસ(ginger juice) ઘસો અને 5-10 મિનિટ પછી તમારા પગને નવશેકા પાણીથી ધોઈ લો. આમ કરવાથી પગની દુર્ગંધની સમસ્યા દૂર થઈ જશે.
ફટકડી
ફટકડીમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, જેના કારણે તે બેક્ટેરિયાને(bacteria) રોકે છે. પાણીમાં એક ચમચી ફટકડીનો પાઉડર ઉમેરીને તમારા પગને નિયમિતપણે ધોતા રહો. થોડા દિવસોમાં તમને ફરક દેખાશે અને દુર્ગંધની સમસ્યા દૂર થવા લાગશે.
ખુલ્લા પગે ચાલવું
જ્યારે પણ તમે ફરવા જાઓ અથવા ઘરે હોવ ત્યારે થોડીવાર માટે ખુલ્લા પગે(open) ચાલો, કારણ કે હવા ફૂગને મારી નાખે છે અને પરસેવો રોકવામાં મદદ કરે છે.
હળવા મોજાં પહેરો
હળવા વજનના મોજાં એટલે કે કોટનના મોજાં (cotton socks)પહેરો જે તમારા પગ માટે આરામદાયક હોય. નાયલોનની સ્ટૉકિંગ્સ પહેરવાનું ટાળવાનો પ્રયાસ કરો અને પ્લાસ્ટિકના શૂઝ પણ ટાળો.
નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.