વધુ સમાચાર

ચિમ્પાન્ઝીના મળમાંથી કોરોનાની અક્સિર દવા? શું છે આ...

Apr, 6 2021


ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 6 એપ્રિલ 2021

મંગળવાર 

કોરોના વાયરસથી માણસોને બચાવવા હવે આપણા જ પૂર્વજોની જ મદદ લેવામાં આવી રહી છે. હવે વાનરોનાં મળ નો ઉપયોગ કોરોના વાયરસની એક વેક્સિનને બનાવવામાં કરાઈ રહ્યો છે. 

આ વેક્સિન માં ચિમ્પાન્ઝીનાં મળમાંથી લેવામાં આવેલા એડિનો વાયરસ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે રેપ્લીકેટ નથી કરતો. સામાન્ય શરદી એ વાયરસનું કમજોર રૂપ છે. વેક્સિનેશન પછી સ્પાઈક પ્રોટીનનું ઉત્પાદન શરીરમાં થાય છે. તેના પ્રતિભાવમાં શરીરનું ઈમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક ક્ષમતા વાયરસને ઓળખવા લાગે છે. એટલે કે જ્યારે પણ કોરોના વાયરસનો હુમલો શરીર પર થાય તો શરીરની ઈમ્યુન સિસ્ટમ તેની સાથે સંઘર્ષ કરીને વાયરસને કમજોર કરી નાખે છે. આ વેક્સીનને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનકા (Oxford-AstraZeneca) મળીને બનાવી રહ્યા છે. તેને પહેલા AZD1222 નામથી ઓળખવામાં આવતી હતી. હવે તેને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનકા કોવિડ-19 વેકસીન નામથી ઓળખવામાં આવે છે. ભારતમાં તે કોવિશીલ્ડ નામથી ઓળખાય છે.

ગુજરાતી યુવકની અનોખી સિદ્ધિ : ઇન્ડિયન જર્નલ ઓફ જિઓ મરીન સાઈન્સમાં છપાયું રિસર્ચ પેપર
 

ભારતમાં કોવિશીલ્ડનું ઉત્પાદન પૂણે સ્થિત કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કરી રહી છે.

Leave Comments