ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022
શનિવાર
સ્વસ્થ રહેવા માટે માત્ર પૂરતી ઉંઘ લેવી જ નહી પરંતુ સમયસર ઉંઘ લેવી અને યોગ્ય સમયે ઉઠવું પણ ખૂબ જ જરૂરી છે. આમ કરવામાં નિષ્ફળતા એ ઘણા રોગો ને આમંત્રણ આપવા જેવું છે. ઊંઘ આપણા માટે વરદાનથી ઓછી નથી. પરંતુ ઝડપી જીવન માં, આપણી ઊંઘની દિનચર્યા ખરાબ રીતે પ્રભાવિત થાય છે. આપણા મનને તાજગી આપવા અને શરીરના અન્ય ભાગોને આરામ આપવા માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે. તો આવો જાણીયે સારી અને પૂરતી ઊંઘ ના ફાયદા વિશે
1. સારી ઊંઘ ના ફાયદા
– ઇમ્યુન સિસ્ટમ એકટીવ રહે છે અને મેટાબોલિઝ્મ સારી રહે છે.
– બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને મેદસ્વીતા જેવી સમસ્યા થી છુટકારો મળે છે.
– સારી ઊંઘ તમને ઉર્જાવાન અને દિવસભર સુખદ અનુભૂતિથી ભરપૂર રાખવામાં મદદરૂપ છે.
– સારી ઊંઘ તમને ફિટ અને માનસિક રીતે શાંત અને ધ્યાન કેન્દ્રિત રાખવામાં મદદરૂપ થાય છે.
– સારી ઊંઘ થી અલ્ઝાઇમર્સ જેવી બીમારીઓ દૂર થાય છે.
– સવારનો સૂર્યપ્રકાશ હાડકા અને સાંધાને લગતી સમસ્યાઓ થવા દેતો નથી. સવારનું વાતાવરણ અને ઓક્સિજન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
2. અપૂરતી ઊંઘ ના ગેરફાયદા
– સ્ટ્રેસ અને માનસિક બીમારીનો ભોગ બનવાની આશંકા રહે છે.
– હોર્મોન્સ અસંતુલિત થવા લાગે છે.
– હૃદય રોગનું જોખમ વધે છે.
– ડાઈઝેશન પર પણ અસર પડે છે જેના લીધે કબજિયાત ની સમસ્યા થાય છે.
– કેલરી બર્ન ન થવાથી શરીર મેદસ્વી બની શકે છે.અને વજન અવ્યવસ્થિત રીતે વધવાનું શરૂ થાય છે.
– લાંબા સમય સુધી સૂવાથી મગજ પર પણ અસર થાય છે અને યાદશક્તિ નબળી પડવા લાગે છે.
3. સારી ઊંઘ માટે સુતા પેહલા કરો આ ઉપાય
– સૂતા પહેલા તમારા પગને ગરમ પાણીથી ધોઈ લો.
– પગના તળિયા પર સરસવના તેલની માલિશ કરો.
– રાત્રે નવશેકું દૂધ પીવો.
– મ્યુઝિક સાંભળવાથી તેમજ પુસ્તક વાંચવાથી પણ સારી ઊંઘ આવે છે.
– સૂતા પહેલા ઈલેક્ટ્રોનિક વસ્તુઓથી અંતર રાખો.