માનવતાને શરમાવે તેવી ઘટના, કારમાં પડેલા મૃતદેહથી વકીલ કરાવી રહ્યો છે સહી.. વિડીયો જોઈને આવી જશે ગુસ્સો..

by Dr. Mayur Parikh
Man Getting Thumb Impression From Dead Body Viral Video On Social Media

News Continuous Bureau | Mumbai

માનવતાને શરમાવે તેવી ઘટના, કારમાં પડેલા મૃતદેહથી વકીલ કરાવી રહ્યો છે સહી.. વિડીયો જોઈને આવી જશે ગુસ્સો..

માનવતાને શરમાવતો અને કાયદાનો ભંગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. ટ્વિટર પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વકીલ કારમાં પડેલા મૃતદેહથી કાગળ પર અંગૂઠાની છાપ લેતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોએ વિવિધ સવાલો ઉભા કર્યા છે. આ એક ખૂબ જ શરમજનક વિડિયો છે જે ઇન્ટરનેટ પર વાયરલ થયો છે, જેને જોઈને તમારા હોશ ઉડી જશે.

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કારમાં એક વૃદ્ધ મહિલાની લાશ પડી છે. એક વકીલ કાગળ પર તેના અંગૂઠાની છાપ મેળવી રહ્યો છે અને પાછળ બે લોકો ઉભા છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો આગ્રાનો જણાવવામાં આવી રહ્યો છે. જો કે આ અંગે ઉત્તર પ્રદેશ પોલીસ અને આગ્રા પોલીસ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી

આ સમાચાર પણ વાંચો: પાર્ટી અને ચિન્હ બાદ, શું હવે એકનાથ શિંદે શિવસેના ભવન અને શાખા પર જમાવશે કબ્જો? સુપ્રીમમાં દાખલ થઇ આ અરજી..

Join Our WhatsApp Community

You may also like