Site icon News Continuous Bureau | Mumbai

બોલો, એક જ છોકરી સાથે ચાર વાર લગ્ન અને ત્રણ વાર છૂટાછેડા. જાણો તાઇવાનનો આ કિસ્સો..

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ 16 એપ્રિલ 2021.
શુક્રવાર.
   લોકો છોકરી પટાવવા માટે કે  લગ્ન કરવા માટે કેટકેટલી તરકીબો અજમાવતા હોય છે અને મહદંશે એમાં સફળ પણ થતા હોય છે. પરંતુ લગ્ન પછી રજા ભોગવવા માટે તાઈવાનના એક ભાઈએ કેવી તરકીબ અજમાવી એ વાંચશો તો તમને આશ્ચર્યની સાથે હસવું પણ આવશે.


    તાઈવાનના એક બેંક કર્મચારીએ 37 દિવસમાં એક જ છોકરી સાથે ચાર વાર લગ્ન કર્યા અને ત્રણ વાર ડિવોર્સ લીધા હતા. તાઇવાનની બેંક ના કાયદા પ્રમાણે લગ્ન માટે આઠ દિવસની પેઈડ લીવ આપવામાં આવે છે. પરંતુ આ આઠ દિવસની રજા થી ન ધરાતા અને બીજી રજા વધારવા માટે તેણે એક નવી પદ્ધતિ શોધી લીધી. આ વ્યક્તિએ તેની પત્નીને ડિવોર્સ આપી દીધા જેથી તે ફરી લગ્ન કરી શકે અને તેના માટે વધુ આઠ દિવસની પેઈડ લીવ લઇ શકે. આ સિલસિલો જાળવતા તેણે 37 દિવસની રજામાં એક જ છોકરી સાથે ચાર વખત લગ્ન કર્યા અને ત્રણ વખત ડિવોર્સ લીધા. અંતે બેંકે જાણવાનો પ્રયત્ન કર્યો કે આ વ્યક્તિ શું કરવા માંગે છે. અને તેને વધારાની પેઈડ લીવ આપવાનો ઇનકાર કરી દીધો, ત્યારે આ વ્યક્તિએ સીટી લેબર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી. ત્યારબાદ આ આખી ઘટનાનો ખુલાસો થયો.

Join Our WhatsApp Channel
Mumbai Water Crisis BMC Reserves – ઉનાળા પહેલા જ મુંબઈ પર ઘેરાયું જળ સંકટ! પાણી પૂરું પાડતા સાતેય ડેમમાં 13% નો ઘટાડો નોંધાતા BMC એ રાજ્ય સરકાર પાસે માંગી મદદ
EPFO PF Withdrawal Rule નોકરિયાત વર્ગ માટે મોટી ખુશખબર! હવે માત્ર એક ક્લિકમાં નીકળશે PF ના 90% પૈસા, જાણો EPFO ના નવા નિયમો
Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Exit mobile version