News Continuous Bureau | Mumbai
Mumbai-Agra Road Accident: સમૃદ્ધિ હાઈવે પર બસ દુર્ઘટના તાજી છે ત્યારે ધુલે-મુંબઈ હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈન્દોરથી ધુલે જતા ધુલે-મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર ગામ પાસે આ ભયાનક અકસ્માત થયો છે. આ ભયાનક અકસ્માત ત્યારે થયો જ્યારે કારની બ્રેક ફેલ થઈ ગઈ અને કન્ટેનર એક હોટલ માં ઘૂસી ગયું. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના ઘટનાસ્થળે જ કચડાઈ જવાથી મોત થયા છે. જયારે 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
ધુલે-મુંબઈ-આગ્રા હાઈવે પર, શિરપુર તાલુકાના પલાસનેર ગામ મધ્યપ્રદેશની સરહદે આવેલું છે. આ અકસ્માત આ ગામ નજીક બપોરે બાર વાગ્યાની આસપાસ બન્યો હતો. એક કન્ટેનર હાઈવે પર જઈ રહ્યું હતું ત્યારે તેની બ્રેક ફેઈલ થઈ ગઈ અને તે સીધું હોટલમાં ઘુસી ગયું. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. હાલ અકસ્માત સ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો: Ajay Devgan : અજય દેવગને મુંબઈના પોશ વિસ્તારમાં ખરીદી પ્રોપર્ટી, અભિનેતાએ માત્ર સ્ટેમ્પ ડ્યૂટી પેટે ચૂકવ્યા અધધ આટલા કરોડ રૂપિયા
પ્રાથમિક માહિતી મુજબ હાઈવે પરથી પસાર થઈ રહેલા કન્ટેનરની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી અને તે સીધું રોડની બાજુની હોટલમાં ઘુસી ગયું હતું. આ પહેલા આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ કચડાઈ જવાથી મોત થયા હતા. જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 15 થયો છે. અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. ઘાયલોની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.
અકસ્માત સમયે હોટલની બહાર અન્ય ઘણા વાહનો પાર્ક હતા. હોટલમાં પ્રવેશતી વખતે કન્ટેનર પણ તે વાહનોને અથડાયું હતું. આ અકસ્માતમાં ઘાયલોની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.