News Continuous Bureau | Mumbai
વૈજ્ઞાનિકો ચંદ્ર(Moon) અને મંગળ(mars) પર જીવનની શોધ કરી રહ્યા છે. નાસા(NASA)ના વૈજ્ઞાનિકો સતત પૃથ્વી પર બેસીને રોવર ક્યુરિયોસિટી(Curiosity Rover )માંથી મંગળને નિહાળી રહ્યા છે. નાસાનું રોવર મંગળ પરથી સતત તસવીરો શેર કરી રહ્યું છે. નાસાના રોવર ક્યુરિયોસિટી(Curiosity Rover)એ મંગળ પર કેટલાક વિચિત્ર પરંતુ આશ્ચર્યજનક ખડકોની તસવીર ક્લિક કરી છે.
લાલ ગ્રહ પર આ ફોલ્ડ ખડકો( ૧૫ મેએ લાંબા સમયથી ચાલી રહેલા રોવર દ્વારા શોધવામાં આવી હતી. આ રોવર ૬ ઓગસ્ટે ગ્રહ પર પોતાના પ્રથમ દાયકાનું પણ કામ પૂરુ કરવાનું છે. તે નિયમિતપણે મંગળની તસવીરો પૃથ્વી પર મોકલી રહ્યું છે, જેનાથી વૈજ્ઞાનિકોને અનોખી અને નવી માહિતી મળી રહી છે. ગયા મહિને રોવરે અનોખા દરવાજાની તસવીરો મોકલી હતી. જેને એલિયન્સ ડોર કહેવામાં આવતું હતું. તે જ સમયે, આ નવી તસવીરમાં નાના થાંભલાઓ જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો : ભિખારી પાકિસ્તાનમાં હવે અઠવાડિયામાં પાંચ દિવસ ઓફિસ ચાલશે- તેમજ રાત્રે 10 વાગ્યા પછી લગ્નસમારંભ પર બંધ- પણ શા માટે- જાણો વિગતે
આ લાલ ખડકોની છબી મિશનના સોલ (મંગળ ગ્રહ દિવસ) ૩૪૭૪ પર લેવામાં આવી હતી. બ્રહ્માંડમાં જીવન જીવવાની શોધ કરનાર એક રિસર્ચ સંગઠન SETI એ ટિ્વટર પર કહ્યું- સ્પાઇક્સ સૌથી વધુ સંભાવના છે કે આ ફોલ્ડ ખડકો પ્રાચીન ફ્રેક્ચરની સીમેન્ટેડ ફિલિંગ હોય.
સંસ્થાએ કહ્યું કે ફોલ્ડ ખડકો સામાન્ય રીતે રેતી અને પાણીની પરતોથી બને છે, પરંતુ બાકી ખડકોની વિશેષતા નરમ સામગ્રીથી બનેલી હતી અને નષ્ટ થવાની હતી. પરંતુ આ અજીબ આકાર ગ્રહના હળવા ગુરૂત્વાકર્ષણને કારણે પણ બની શકે છે. નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં મિશનના સત્તાવાર બ્લોગ પર પોસ્ટ કરવામાં આવેલા નિવેદન અનુસાર ક્યુરિયોસિટી રોવર માઉન્ટ શાર્પ (એઓલિસ મોન્સ) નામના ક્ષેત્રમાં કામ કરી રહ્યું હતું, જેને સોલ ૩૪૭૩ અને ૩૪૭૫ પર મિરાડોર બટ્ટેનું ઉપનામ આપવામાં આવ્યું છે. આ તસવીર માસ્ટ કેમેરા(Mast camera) કે રોવરના માસ્ટકેમ(mastcam) દ્વારા લેવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : ઓ તારી- મુંબઈ શહેરમાં રખડતા શ્વાનોની સંખ્યામાં લગભગ ત્રણ ગણો વધારો. લોકો પરેશાન – જાણો મુંબઈમાં કેટલા રખડતા શ્વાન છે