News Continuous Bureau | Mumbai
ભારતીય લગ્નો(Indian Marriage) માં સાત ફેરાની સાથે ફોટોશૂટ અને વિડિયોગ્રાફી(Videography)નું પણ વિશેષ મહત્વ હોય છે. તેમાં પણ આ દિવસોમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ(Prewedding Photoshoot) નો ટ્રેન્ડ વધી ગયો છે. નવયુગલ બહુ વિચારવિમર્શ બાદ એક સ્થળ પસંદ કરે છે અને પોશાક તથા કેટલીક વખત તેઓ કેવા દેખાવા માંગે છે એ વાત પણ અગાઉથી નક્કી કરે છે. મોટાભાગના ફોટોશૂટ રોમેન્ટિક હોય છે પરંતુ હવે લોકો તેમને ક્યૂટ, રોમેન્ટિક (Romantic) અને સુંદર નહીં પણ અલગ બનાવવા માટે એક કરતા વધારે ચઢિયાતું કરવા લાગ્યા છે. આવો જ એક પ્રી વેડિંગ શૂટ વાયરલ થયો છે જેમાં વરરાજા માથા પર ઉભા રહીને ફોટો શૂટ કરાવતો જોવા મળી રહ્યો છે.
Pre wedding shoot कठिन होता जा रहा है, अच्छा हुआ अपन पहले ही निपट गये pic.twitter.com/kzEKHtKi7H
— Hasna Zaroori Hai (@HasnaZarooriHai) November 4, 2022
ટ્વિટરના @HasnaZarooriHai પર શેર કરવામાં આવેલા વિડિયોમાં પ્રી-વેડિંગ શૂટ જોઈને તમે અચંબામાં પડી જશો. વીડિયોમાં વરરાજા સિરસાસન કરતો જોવા મળ્યો તો તેની બાજુમાં ઉભેલી દુલ્હન ભરતનાટ્યમ કરતી જોવા મળી રહી છે. આ બધામાં સૌથી વધુ ત્રાસ બચારા વરને જ થતો હતો. જ્યાં સુધી કેમેરામેન ચારે બાજુથી કેમેરો ફેરવીને વિડિયો બનાવી ન લીધો ત્યાં સુધી વરરાજાને માથા પર જ ઉભા રહેવું પડ્યું હતું. અને કન્યા ઇન્સ્ટન્ટ ડાન્સ પોઝ આપીને ખુશ થઈ રહી હતી. હવે આ વીડિયોની મજાક ઉડાવવામાં આવી રહી છે. વીડિયોનું લોકેશન જાણી શકાયું નથી, પરંતુ કપડા જોઈને તે કોઈ સાઉથ ઈન્ડિયન કપલના પ્રી-વેડિંગ ફોટોશૂટ જેવું લાગી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની ફેશન સ્ટ્રીટમાં લાગેલી આગે ધારણ કર્યું વિકરાળ રૂપ- અનેક દુકાનો બળીને થઇ ખાખ- જુઓ ભયાનક દ્રશ્ય