News Continuous Bureau | Mumbai
રાહુલ ગાંધીએ પોતાનો રાજનૈતિક પાસપોર્ટ સરન્ડર કરી નાખ્યો છે. સુરત કોર્ટ દ્વારા તેની વિરુદ્ધમાં ચુકાદો આપવાની સાથે જ તેમણે પોતાનું ઘર પણ ખાલી કરવું પડ્યું હતું. . હવે રાહુલ ગાંધીએ પોતાનો ડિપ્લોમેટીક પાસપોર્ટ જમા કરાવી દીધો અને તેના સ્થાન પર સામાન્ય પાસપોર્ટ મેળવી લીધો. આ પાસપોર્ટ ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે.
સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીની વિરુદ્ધમાં કોર્ટમાં અરજી કરી હતી તેમજ તેમને પાસપોર્ટ ન આપવામાં આવે તેવી રાવ મૂકી હતી. આને કારણે દસ વર્ષના સ્થાને તેને ત્રણ વર્ષનો પાસપોર્ટ આપવામાં આવશે.
રાહુલ ગાંધી અમેરિકા જશે
રાહુલ ગાંધીના હાથમાં હજી પાસપોર્ટ આવ્યો નથી પરંતુ સોમવારે બપોર સુધી તેમને પાસપોર્ટ મળી જાય તેવી શક્યતા છે. આ પરિસ્થિતિમાં પાસપોર્ટ મળતાની સાથે જ રાહુલ ગાંધી સીધા અમેરિકા જતા રહેશે. રાહુલ ગાંધી સાન ફ્રાન્સિસકો જવાના છે. અહીં તેઓ એક યુનિવર્સિટીના સમારંભમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી લંડન ગયા હતા અને ત્યાં તેમણે યુનિવર્સિટીમાં જે ભાષણ આપ્યું હતું તેને કારણે મોટી બબાલ થઈ હતી.
આ સમાચાર પણ વાંચો : કાંદીવલીમાં ચકચાર : કાંદિવલીના લાલજી પાડા વિસ્તારમાં ટેન્કર વેપારીની ગોળી મારી હત્યા; ગોળીબારનું કારણ હજુ અસ્પષ્ટ..