News Continuous Bureau | Mumbai
Rajkot-Pune Flight : આજથી શરૂ થઈ રાજકોટ – પુણે વચ્ચેની ફ્લાઇટ: ભાડું અંદાજિત ૭૮૦૦ રાજકોટ એરપોર્ટ પરથી ઘણી ફલાઇટો ઉડાન ભરે છે ત્યારે આજથી રાજકોટનાં એરપોર્ટ પરથી રાજકોટ પુણે વચ્ચે ફ્લાઇટ શરૂ થઈ છે. આજે શરૂ થયેલ ફલાઇટની વોટર કેનન(Water Canon) દ્વારા સ્વાગત(Welcome) કરવામાં આવ્યું હતું. રાજકોટથી મુંબઈ અને સુરતની ફલાઇટોતો છે જ પરંતુ રાજકોટની પુણે જવાના મુસાફરોની સંખ્યા વધતા અને મુસાફરોની માંગ જોઈ ને આજથી જ રાજકોટ અને પુણે વચ્ચે ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. આ ફ્લાઇટ નું ભાડું અંદાજે ૭૮૦૦ રાખવામાં આવ્યું છે. આ ફ્લાઇટ પુણેથી રાજકોટ આવશે બાદ રાજકોટથી પરત પુણે જશે. આ ફ્લાઇટ પુણેથી ૭: ૩૦એ નીકળી રાજકોટમાં સવારે ૯ વાગ્યે પહોંચી હતી ત્યારે પરંપરા પ્રમાણે આ ફ્લાઇટનું વોટર કેનન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ ફ્લાઇટ પુણેથી આવી અંદાજિત ૯ વાગ્યે રાજકોટમાં લેન્ડ થયા બાદ ફરી ૯: ૪૫ એ રાજકોટથી નિકડલી ૧૧: ૨૦ એ પરત પુણે પહોંચશે. આથી હવે રાજકોટથી પુણે અને પુણેથી પરત રાજકોટ આવવા જવામાં મુસાફરોને મુશ્કેલી થશે નહિ.
આ સમાચાર પણ વાંચો: Ahmedabad : અમદાવાદમાં શરુ થઈ રિવર ક્રુઝ, 10 તારીખથી શરુ થશે પરંતું ડીનર અને લંચ બુક કરાવતા પહેલા જાણો કેટલા રુપિયા ચૂકવવા પડશે