ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,5 ફેબ્રુઆરી 2022
શનિવાર
જ્યારે આપણી ત્વચામાં લાંબા સમય સુધી તેલ રહે છે, ખાસ કરીને શિયાળામાં અને તે તેલમાં ગંદકી જમા થાય છે અથવા ત્વચા ડેડ થઈ જાય છે અથવા બેક્ટેરિયાને કારણે ત્વચાના છિદ્રો ભરાઈ જાય છે ત્યારે વ્હાઇટહેડ્સ બને છે.તેથી તેઓ ત્વચાની સપાટી પર ગોળાકાર, નાની અને સફેદ રંગની ફોલ્લીઓ જેવા દેખાવા લાગે છે. મોટાભાગના લોકો તેનાથી પીડા અનુભવે છે અને કેટલીક વાર તો તે પાકી પણ જાય છે. તેને દૂર કરવાની રીત બ્લેકહેડ્સ દૂર કરવાની રીત જેવી જ છે.
વાસ્તવ માં, જ્યારે ત્વચા વરાળના સંપર્કમાં આવે છે, ત્યારે છિદ્રો ખુલે છે અને વ્હાઇટહેડ્સ અથવા સફેદ ખીલ સરળતાથી દૂર કરી શકાય છે પરંતુ એક વાત ધ્યાનમાં રાખો. જો તમને એમ લાગતું હોય કે એકવાર વરાળ લેવાથી તે કાયમ માટે દૂર થઈ જશે, તો તે શક્ય નથી.કારણ કે વરાળ લેતા સમયે છિદ્રો ખુલે છે પણ પછી બંધ પણ થાય છે. કહેવાનો અર્થ એ છે કે વ્હાઇટહેડ્સથી છુટકારો મેળવવા માટે માત્ર એક જ વાર વરાળ લેવી એ પૂરતું નથી. આ માટે વરાળ ઘણી વખત લેવી જોઈએ. સ્નાન કરતી વખતે, ટુવાલને ગરમ પાણી બોળો અને તેને હળવા હાથે નિચોવો, પછી તેને ચહેરા પર રાખો. સ્ટીમ કરવાની આ પણ સારી રીત છે. અઠવાડિયામાં એક કે બે વાર સ્ટીમ લો. જો તમને ઘણા બધા વ્હાઇટહેડ્સ હોય, તો તમે તેને ત્રણ વખત લઈ શકો છો.
તેને દૂર કરવાની ઘણી પરંપરાગત પદ્ધતિઓ પણ છે, જે બ્લેકહેડ્સ દૂર કરવા માટે પણ થાય છે. ઉદાહરણ તરીકે- સતત પુષ્કળ પાણી પીવો. જંક ફૂડ ખાવાનું ટાળો. વારંવાર તડકામાં ન જાવ અને જ્યારે તમે તડકામાંથી પાછા આવો ત્યારે ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.
દિવસમાં ઓછામાં ઓછા બે વાર ફેસવોશથી ચહેરો ધોવો, ખાસ કરીને જો પરસેવો થતો હોય.
માત્ર ઉનાળામાં જ નહીં પરંતુ શિયાળામાં પણ સનસ્ક્રીનનો ઉપયોગ કરો.
અઠવાડિયામાં ચારથી પાંચ વખત કાચા દૂધથી ચહેરો ધોવો.