News Continuous Bureau | Mumbai
બાઇક ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરવું એ લોકોની જૂની આદત છે. પરંતુ નવા મોટર વ્હીકલ એક્ટના અમલ પછી ટ્રાફિકના નિયમોને લઈને ઘણી કડકતા લેવામાં આવી રહી છે, જેના કારણે લોકોમાં પણ સુધારો થઈ રહ્યો છે. પોલીસનો ડર એટલો છે કે ઘણી જગ્યાએ સ્કૂટી ચાલકોએ સીટ બેલ્ટ બાંધવાનું શરૂ કરી દીધું છે.
Cute pic.twitter.com/KIbTIQ38Cr
— Rupin Sharma IPS (@rupin1992) June 3, 2022
દરમિયાન હવે હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાઈકની પાછળ બેઠેલા કૂતરાએ હેલ્મેટ પહેર્યું છે. આ વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે બાઈકની પાછળ કૂતરું શાંતિથી હેલ્મેટ પહેરીને બેઠું છે. આ વિડીયો જોઈને લોકો પણ વિચારમાં પડી ગયા છે કે કૂતરાની સુરક્ષા પણ કેટલી જરૂરી છે. જ્યારે કેટલાંક લોકો એ પ્રકારે પણ ચર્ચા કરી રહ્યા છે કે આ રીતે બાઈકની પાછળ કૂતરાને બેસાડવું ખતરનાક છે અને તે ગમે ત્યારે ચાલુ બાઈક પરથી નીચે પડી શકે છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ વિડીયો તામિલનાડુનો છે. જોકે સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.
આ સમાચાર પણ વાંચો : આખરે જે પેટમાં હતું તે હોઠ પર આવી ગયું! ‘અમે સુપરસ્ટાર બનાવીએ છીએ, પણ તમે …’, હાર્દિક પંડ્યાને રોહિત શર્માના કડક શબ્દો