News Continuous Bureau | Mumbai
Business : ઘર બનાવવા માટે ઘણી બધી વસ્તુઓની જરૂર પડે છે. આવી સ્થિતિમાં, બાંધકામ માટે લોખંડના સળિયા પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. ઘર બનાવવું એ દરેક વ્યક્તિનું સ્વપ્ન(Dream) હોય છે. આ માટે પહેલા લાખો રૂપિયા જમા કરાવ્યા બાદ જમીન ખરીદવી પડે છે. આ પછી ઘર બનાવવા માટે પણ વધુ પૈસાની જરૂર પડે છે. તમે બેંક અથવા અન્ય કોઈ નાણાકીય સંસ્થા પાસેથી હોમ લોન (home loan) પણ લઈ શકો છો.
જો તમે ઘર બનાવવાનું વિચારી રહ્યા છો, તો આ સમય એકદમ યોગ્ય છે. હવે દેશભરમાં લોખંડના સળિયાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ કિસ્સામાં, તમારે બાંધકામ પર ઓછો ખર્ચ કરવો પડશે. લોખંડના સળિયાના ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ ચોમાસું માનવામાં આવે છે. ભલે ઘરને તૈયાર કરવા માટે ઈંટ, સિમેન્ટ જેવી ઘણી વસ્તુઓની જરૂર પડતી હોય છે પણ આમાં લોખંડના સળિયાનો પણ મોટો ફાળો હોય છે જે ઘરને વધુ મજબૂત બનાવે છે.
આ સમાચાર પણ વાંચો : Sawan Recipe: શ્રાવણ માં ઉપવાસ દરમિયાન દહીં સાથે ખાઓ જીરા આલુ, નોંધી લો બનાવવાની સરળ રીત..
જો તમે સસ્તાના ચક્કરમાં સબસ્ટાન્ડર્ડ લોખંડના સળિયા ખરીદો છો, તો આનાથી તમારા ઘર(home) નો પાયો નબળો પડી શકે છે. જણાવી દઈએ કે, છેલ્લા બે મહિનામાં લોખંડના સળિયાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જો તમે હમણાં લોખંડના સળિયા ખરીદો છો, તો તે તમારા ઘરના બાંધકામના બજેટ(Budget) ને ઘટાડી શકે છે.
જોકે આ મહિને આર્યન રોડ્સ (iron rods) ના ભાવમાં ઘટાડો(Price reduced) જોવા મળ્યો છે. એવું માનવામાં આવે છે કે ચોમાસા બાદ તેની કિંમતમાં વધારો થઈ શકે છે. જો તમે ભાવ વધુ ઘટવાની રાહ જોઈ રહ્યા છો, તો તમને આ તક નહીં પણ મળે. દેશભરમાં રોજ લોખંડના સળિયાના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં લોખંડના સળિયાના ભાવમાં વધારો થયો છે. ત્યારે કિંમત રૂ. 78,800 પ્રતિ ટન પર પહોંચી ગઈ છે. જો તમે આમાં GST ઉમેરો તો તે રૂ. 93,000 પ્રતિ ટન સુધી પહોંચી છે.