SUBDOMAIN == gujarati

વધુ સમાચાર

વાહ ક્યા બાત હૈ! આ ઉંદરમામા હવે સેવાનિવૃત્ત થયા; સુરંગો શોધીને અનેક લોકોના બચાવ્યા છે જીવ, જાણો વિગત

Jun, 7 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૭ જૂન, ૨૦૨૧

સોમવાર

અનેક સુરંગો અને કેટલાક વિસ્ફોટકો શોધીને હજારો લોકોના જીવ બચાવનાર આ ઉંદરમામા હવે સેવાનિવૃત્ત થવા જઈ રહ્યા છે. પૂર્વ આફ્રિકાના તાન્ઝાનિયામાં એપોપો નામક સંસ્થા 1990થી ઉંદરોને સુરંગો શોધવાની તાલીમ આપે છે. હવે ત્યાં મગાવા નામનો એક પાઉચ્ડ રેટ ૭ વર્ષની સેવા બાદ ઉંમર વધવાની સાથે સુરંગ શોધવાની એની ક્ષમતા ઓછી થતાં નિવૃત્ત થઈ ગયો છે.

પ્રશિક્ષિત ઉંદરોને ‘હીરો ઉંદર’ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉંદરને એના ગોળમટોળ ગાલને કારણે પાઉચ્ડ રેટ કહેવામાં આવે છે. આવા ઉંદરોમાં શ્વાનની જેમ સૂંઘવાની સારી ક્ષમતા હાંસલ હોય છે. આ ઉંદરે ૭ વર્ષમાં ૨૮ ઑપરશનમાં ૩૯ સુરંગો શોધી અને અનેક લોકોના જીવ બચાવ્યા છે. એણે ૧.૪૧ લાખ ચોરસ મીટરના ક્ષેત્રને સુરંગ મુક્ત કર્યો હતો. તેની કામગીરી બદલ આ ઉંદરભાઈને વર્ષ ૨૦૨૦માં ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા હતા. આ ઉંદરની વિશેષતા એ છે કે તે ટેનિસ કોર્ટ જેવા મોટા ક્ષેત્રમાંથી 20 મિનિટમાં એક ટનલ શોધી શકે છે.

તામિલનાડુના એક પ્રાણીસંગ્રહાલયમાં સિંહણનું કોરોનાથી મૃત્યુ; નવ સિંહ કોરોનાની ચપેટમાં, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે આ ઉંદરનું વજન 1.2 કિલો છે અને ફક્ત 70 સે.મી. લાંબો આ ઉંદર, અન્ય ઉંદરોની પ્રજાતિ કરતાં હળવા હોય છે. હવે આ ઉંદરભાઈએ પાંજરામાં રહી તાજાં ફળો અને શાકભાજી ખાઈને લીલાલહેર જ કરવાની છે. એપોપો સંસ્થા મુખ્યત્વે આતંકવાદીઓથી ગ્રસ્ત ક્ષેત્રમાં સેવા આપે છે.

Leave Comments