News Continuous Bureau | Mumbai
ઠાકરે જૂથને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. એક તરફ ઠાકરે જૂથના ધારાસભ્યને એસીબીની નોટિસ મળી છે. તો બીજી તરફ સંજય રાઉતની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે. પાત્રા ચાલ કૌભાંડ કેસમાં સંજય રાઉતને થોડા દિવસ પહેલા જ જામીન મળ્યા છે. આ કેસમાં સંજય રાઉત 100 દિવસ જેલમાં રહ્યા હતા. સંજય રાઉતને જામીન મળી ગયા છે. પરંતુ ED દ્વારા સંજય રાઉતના જામીનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાઉતના જામીન સામે ED વતી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીની સુનાવણી 18 જાન્યુઆરીએ થશે. તો શું રાઉતના જામીન રહેશે કે તેઓ ફરી જેલમાં જશે? આ વાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
શું છે મામલો?
પાત્રા ચાલ જમીન કૌભાંડ 1039 કરોડ રૂપિયાનું છે. આ કૌભાંડમાં ED એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ ED એ સંજય રાઉતના ઘરમાં સર્ચ અભિયાન ચલાવીને 11.5 લાખ રૂપિયા જપ્ત પણ કર્યા હતા. આ કેસમાં એપ્રિલમાં ED એ સંજય રાઉતના પત્ની વર્ષા રાઉત અને તેમના નીકટના લોકોની 11.15 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી હતી.
આ સમાચાર પણ વાંચો: Maharashtra Politics : કેવી રીતે શિવસેના બે જૂથમાં વિભાજિત થઈ? એકનાથ શિંદે કેવી રીતે બન્યા મુખ્યમંત્રી? આ ધારાસભ્યએ કહી પડદા પાછળની વાર્તા
આ કેસમાં ઈડી દ્વારા સંજય રાઉતની ગત વર્ષની 31 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. શિવસેના સાંસદની જામીન અરજીની સુનાવણી ઘણી વખત કરવામાં આવી હતી, પરંતુ દર વખતે કોર્ટમાંથી તેમની જ્યુડિશિયલ કસ્ટડી વધતી રહી. પરંતુ આખરે જુલાઈથી જેલમાં રહેલા રાઉતને 9 નવેમ્બરે જામીન મળ્યા હતા .
Join Our WhatsApp Community