ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ડિસેમ્બર 2021
સોમવાર
શું તમે પણ હોઠ પરના કાળાશથી પરેશાન છો અને તમારા હોઠની કોમળતા ગાયબ થઈ રહી છે. હોઠ પર કાળાશ એ ખરાબ જીવનશૈલી અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે પણ હોઈ શકે છે. આ માટે તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવી અને હોઠ પર ની કાળાશ ને દૂર કરી શકો છો તો ચાલો જાણીએ ઘરેલુ ઉપાય કયા છે .
હળદરઃ હળદળ માં રહેલું કર્ક્યુમિન નામનું પોષક તત્વ ત્વચાનો રંગ વધારવામાં મદદરૂપ છે. અઠવાડિયામાં એકવાર ગુલાબજળમાં હળદર ભેળવીને હોઠ પર લગાવો અને કાળાશ દૂર કરો!
નારિયેળ તેલ: આનાથી હોઠની કાળાશ દૂર થશે, સાથે જ ડ્રાયનેસ પણ ખતમ થઈ શકે છે. દિવસમાં બે થી ત્રણ વખત હોઠ પર નારિયેળ તેલ લગાવો.
દાડમ: દાડમના રસમાં ગુલાબજળ મિક્સ કરીને હોઠ પર માલિશ કરવાથી હોઠની સુંદરતા વધે છે. તેમાં ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે, જે ત્વચાને લગતી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે.
એલોવેરાઃ એલોઈન ત્વચા પરથી ડાઘ દૂર કરવામાં મદદરૂપ છે અને તે એલોવેરામાં હાજર છે. દિવસમાં બે-ત્રણ વખત એલોવેરા જેલ હોઠ પર લગાવો અને સૂકાઈ ગયા પછી ધોઈ લો. તમે થોડા દિવસોમાં ફરક જોઈ શકશો.
લીંબુ: કુદરતી બ્લીચિંગ ગુણોથી ભરપૂર, લીંબુ ત્વચાની ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છે. લીંબુમાં મધ મિક્સ કરીને લગાવો અને હોઠની સુંદરતામાં વધારો કરો.
બ્યૂટી ટિપ્સ: જો સવારે ઉઠ્યા પછી આંખો સૂજી જાય છે તો, આ ઘરેલું ટિપ્સ તમને મદદરૂપ થશે