News Continuous Bureau | Mumbai
કેટલાક લોકોને એડવેન્ચર ગેમ રમવાનું ખુબ પસંદ હોય છે. પરંતુ ઘણી વખત લોકો સાહસના નામે પોતાનો તેમ જ પોતાના બાળકોનો જીવ જોખમમાં મૂકે છે. મેક્સિકોમાં આવું જ કંઈક બન્યું છે. મેક્સિકોના ન્યુવો લિયોનમાં એક એમ્યુઝમેન્ટ પાર્કમાં 6 વર્ષનો બાળક ગંભીર અકસ્માતનો શિકાર બન્યો છે. વાસ્તવમાં આ બાળક ઝિપલાઈનિંગ કરી રહ્યો હતો ત્યારે દોરડું તૂટી ગયું અને તે 40 ફૂટ નીચે પડી ગયો.
જુઓ વિડિયો
🇲🇽 • A six-year-old boy falls from a height of 12 meters while on a ropes rack at Fundidora Park in Monterrey, Mexico pic.twitter.com/DAysWyikiA
— Around the world (@1Around_theworl) June 26, 2023
શું છે સમગ્ર ઘટના
એક 6 વર્ષનો બાળક તેના માતા-પિતા સાથે એમ્યુઝમેન્ટ પાર્કમાં આવ્યો હતો. જ્યાં તે વાયર પર લટકીને એડવેન્ચરની મજા માણવા 40 ફૂટ ઉંચી ઝિપલાઇન પર ચઢીને એક બાજુથી બીજી તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન બાળક જરાય ડરતો ન હતો. પરંતુ છેલ્લા ડ્રોપ સુધી પહોંચતા પહેલા જ તેનું સેફટી દોરડું તૂટી ગયું અને તે 40 ફૂટ નીચે પડી ગયો. જો કે બાળકને જીવલેણ ઈજાઓ થઈ ન હતી કારણ કે તે પાણીથી ભરેલા કૃત્રિમ પૂલમાં પડી ગયો હતો. બાળક પડતાની સાથે જ ત્યાં હાજર તરવૈયાએ છલાંગ લગાવી જેનાથી બાળકનો જીવ બચી ગયો.
આ સમાચાર પણ વાંચો: Indian Economy: નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંકોને લઈને કરી મોટી જાહેરાત, આખરે આ સમસ્યા દૂર થઈ.. જાહેર ક્ષેત્રની બેંકોનો નફો ત્રણ ગણો વધ્યો