News Continuous Bureau | Mumbai
White Mango : લોકોને ઉનાળાની ઋતુ જ ગમે છે કારણ કે આ ઋતુમાં તેમનું પ્રિય ફળ કેરી તેમને ખાવા મળે છે.આ સીઝનમાં અનેક કેરીઓ વખણાય છે તેમાં કેસર કેરી,માલદા કેરી, દશેરી કેરી, તોતાપુરી કેરી, હાફૂસ,ચૌસા વગેરે જેવી ઘણી જાતો છે.સામાન્ય રીતે દરેક વ્યક્તિએ આ બધું ચાખ્યું જ હશે પણ શું તમે ક્યારેય સફેદ કેરી ખાધી છે? હા સફેદ કેરી,સફેદ કેરી વાણીના નામથી ઓળખાય છે જે બાલીમાં જોવા મળે છે. જો કે હવે ધીમે ધીમે આ ફળની લોકપ્રિયતા વધી રહી છે અને હવે તે તમારા શહેરમાં વેચાતી જોવા મળશે. તેની વિશેષતા એ છે કે તે માત્ર સ્વાદમાં જ સારી નથી પરંતુ તેના સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા છે. આજે આપણે એ બધા ફાયદાઓ વિશે જાણીશું.
સફેદ કેરીના ફાયદા
1. કેન્સર જેવી ગંભીર બીમારીઓ માટે ફ્રી રેડિકલ્સ જવાબદાર છે, આવી સ્થિતિમાં તમે સફેદ કેરી ખાવાથી કેન્સરનું જોખમ ઘટાડી શકો છો કારણ કે સફેદ કેરી એન્ટીઓક્સીડેન્ટ થી ભરપૂર હોય છે જે તમને કેન્સર સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે છે.
2.સફેદ કેરી વિટામિન સીથી ભરપૂર છે જે ઘણા શારીરિક કાર્યોમાં મદદ કરે છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. સફેદ કેરી તમને તંદુરસ્ત ત્વચા જાળવવામાં મદદ કરી શકે છે.
3. એવું કહેવાય છે કે જો પાચનતંત્ર યોગ્ય હોય તો ઘણી બીમારીઓથી બચી શકાય છે, આવી સ્થિતિમાં સફેદ કેરી ખાવાથી તમારી પાચન શક્તિમાં વધારો થઈ શકે છે. તેમાં રહેલું ફાયબર પાચન અને તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. કબજિયાતથી પીડિત લોકો માટે સફેદ કેરી એક પરફેક્ટ ઉપાય છે.
4. સફેદ કેરીમાં બીટા કેરોટીન જોવા મળે છે જેને પ્રો વિટામિન એ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આંખોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બીટા કેરોટીન નું સેવન રેટીના ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.બીટા કેરોટીન તમને રતાંધળાપણા ની સમસ્યાથી બચાવી શકે છે.
5. સફેદ કેરીમાં હાજર બીટા કેરોટીન ઓસ્ટિઓઆર્થરાઇટીસ પ્રક્રિયા ધીમી કરવામાં મદદ કરે છે.આ સિવાય આ ગુણ શરીરની કાર્યપ્રણાલીને સુધારવા માટે ફાયદાકારક માનવામાં આવે છે.
6. સફેદ કેરી ખાવાથી ફેફસાં ની ક્ષમતા વધે છે જે શ્વાસનળી અને અસ્થમા જેવી શ્વાસ સંબંધી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.
(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)
આ સમાચાર પણ વાંચો : ભારતના આ ઉદ્યોગે દેશ માટે બચાવ્યું 34,800 કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ, ઉત્પાદનની દ્રષ્ટિએ જાપાનને પણ પાછળ છોડી દીધું!