ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ઑક્ટોબર, 2021
રવિવાર
કહેવાય છે કે પ્રેમ અને યુદ્ધમાં બધું માફ કરી શકાય છે. પ્રેમમાં દુનિયા શું કહેશે એનો પણ ખ્યાલ હોતો નથી. પ્રેમ કરનાર તો પોતાને જેમ યોગ્ય લાગે એમ દુનિયાની પરવા કર્યા વગર પ્રેમ કરે જ છે. એવી જ એક ઘટના સામે આવી છે.
વાત જાણે એમ છે કે વિગનની એક મહિલા હૅરી પૉટરના પ્રેમમાં પડી હતી . હૅરી પૉટરના વ્યક્તિત્વથી મહિલા એટલી પ્રભાવિત થઈ કે તેણે તેના ઘરનો દેખાવ જ બદલી નાખ્યો છે.
ઘણાને હૅરી પૉટર ફિલ્મ ગમે છે. નાનાં બાળકો પણ હૅરી પૉટર તરફ આકર્ષાય છે. વિગનની 40 વર્ષની ક્લેર સ્ટેફની રિલે હૅરી પૉટરથી એટલી પ્રભાવિત થઈ હતી કે તેણે પોતાનું ઘર એવી રીતે સજાવ્યું હતું કે તે દરેક ક્ષણ પર હૅરી પૉટરનો અનુભવ કરી શકે.
તે મહિલાએ એક મીડિયા હાઉસને કહ્યું હતું કે, “અમારા ઘરમાં અમારી પ્રિય જગ્યા અમારો બાથરૂમ છે, હૅરી પૉટર ફિલ્મમાં બતાવ્યા પ્રમાણે અમે આ જગ્યાને ખાસ બનાવી છે. આ પ્રકારના શૌચાલયને ‛બોગવર્ટ્સ’ કહેવામાં આવે છે.
મારા પતિ જેમી, હૅરી પૉટર માટેનો મારો પ્રેમ જાણતા હતા. તેમણે મને ખૂબ જ મદદ કરી હતી. અમે આ ઘર બે વર્ષ પહેલાં ખરીદ્યું હતું. અમે ઘરને આ રીતે સજાવવાનું નક્કી કર્યું. ત્યારથી અમે તેના પર કામ કરી રહ્યાં છીએ. અમારા શૌચાલયમાં ‛બોગવર્ટ્સ’ની જેમ દરેક વસ્તુનો અલગ અનુભવ હોય છે. અહીં ઝાડુ, સાબુ, ટૉઇલેટ પેપર સહિત બધું જ જાદુઈ અનુભવ આપે છે.”
વધુમાં જણાવ્યું હતું કે, “અમે હૅરી પૉટરના ફોટાઓનો સંગ્રહ, વિવિધ જાદુઈ અને વિચિત્ર વસ્તુઓનો સંગ્રહ કર્યો છે, જે અમે ઘરમાં આકર્ષક રીતે રાખ્યાં છે. અમે હૅરી પૉટરનું 3D કૉલાજ પણ બનાવ્યું છે. તે દરેકને આકર્ષે છે. શૌચાલયમાં સાબુ, ક્લીનર અને ટુવાલ હોગવર્ટ્સ થીમ જેવો છે. તેથી દરેકને અહીં તફાવત લાગે છે.
જ્યારે ઘરમાં આવીએ ત્યારે આ દુનિયામાં નથી. પોતાની પાસે હૅરી છે, એવો અનુભવ થાય છે.”
“અમને B&Mમાં હૅરી પૉટર વૉલપેપર મળ્યા. એના પછી અમને ‛બોગવર્ટ્સ’ પ્રમાણે ઘર સજાવવાનો નિર્ણય કર્યો. અમારા ઘરે આવતા મિત્રો અને પરિવાર હૅરી પૉટર પ્રત્યેના અમારા પ્રેમથી દંગ છે. તેઓ આ અલગ દુનિયાનો અનુભવ પણ કરે છે. દુનિયા શું કહે છે એ ધ્યાનમાં લીધા વગર અમે હૅરી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી રહ્યાં છીએ. એ સંતોષકારક છે.” ક્લેરે કહ્યું.