મુંબઈ શહેર

કોરોના ટેસ્ટિંગ સંદર્ભે હવે નવી ગાઇડલાઇન બહાર પડી : આ છે નિયમ

Apr, 7 2021


ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 7 એપ્રિલ 2021

બુધવાર

મુંબઈ મહાનગરપાલિકા ને કોરોના ની ટેસ્ટિંગ કરતી લેબોરેટરી સંદર્ભે સંખ્યાબંધ ફરિયાદો મળી છે. આ કારણથી મુંબઈ મહાનગરપાલિકાએ કોરોના ટેસ્ટ કરતી લેબોરેટરી માટે એક ગાઈડ જાહેર કરી છે જેનું પાલન કરવું અત્યંત જરૂરી છે. આ ગાઇડલાઇન નીચે મુજબ છે.

૧. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દરેક દર્દીની પહેલા રેપિડ ટેસ્ટ કરવી

૨. આ ટેસ્ટના રીઝલ્ટ ૨૪ કલાકમાં ICMR ની વેબસાઇટ પર અપલોડ કરવા

૩. જો હોસ્પિટલમાં ખાટલો ઉપલબ્ધ ન હોય તો તે વ્યક્તિને આઇસોલેટ કરવો અને તેની માહિતી ડેશ બોર્ડ પર અપલોડ કરવી.

૪. આ માહિતી સમાંતર રૂપે મહાનગરપાલિકાને પણ આપવી.

૫. મહાનગરપાલિકા ની અનુમતિ સિવાય કોઈનું પણ રેપિડ ટેસ્ટ કરવું નહીં.

મહાનગરપાલિકાએ હાઉસિંગ સોસાયટીઓ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી. હજારો રૂપિયાનો દંડ થશે. અનેક પ્રતિબંધો લાદ્યા. જાણો વિગત.
 

પ્રયોગશાળા માટે ના નિયમ

૧. કોઈ પણ પરિસ્થિતિમાં 24 કલાક પહેલા કોરોના નો રિપોર્ટ દર્દીને આપવો નહીં

૨. સૌપ્રથમ આ રિપોર્ટ ICMR ની વેબસાઈટ ઉપર અને મહાનગરપાલિકાને આપવો અને ત્યાર બાદ દર્દીને આપવો.

આમ મુંબઈ મહાનગરપાલિકા દરેક મામલે હવે વધુ કડક બની ગઈ છે.

Leave Comments