ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર.
મુંબઈમાં 100 ટકા રસીકરણ પૂરું કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા એક નવો પ્રયોગ કરી રહી છે. જે હાઉસિંગ સોસાયટીઓના તમામ રહેવાસીઓએ વેક્સિન લઈ લીધી હશે તે સોસાયટીઓને સર્ટિફિકેટથી નવાજશે. પાલિકાએ આપેલા સર્ટિફિકેટને સોસાયટીઓના એન્ટરન્સ ગેટની બહાર આ લગાવી શકાશે. જેમાં એક ક્યુઆર કોડ પણ હશે. જે નજીકના વેક્સિનેશન સેન્ટરની માહીતી પૂરી પાડશે.
વાહ! આટલા વર્ષમાં બેસ્ટના કાફલાની 100 ટકા ઈલેક્ટ્રિક બસ હશેઃ આટલી બસ ડબલડેકર હશે; જાણો વિગત
મુંબઈના તમામ 24 વોર્ડમાં આવેલી હાઉસિંગ સોસાયટીઓના રહેવાસીઓ જો 100 ટકા વેક્સિનેટેડ હશે. તેવી સોસાયટીઓને આ સર્ટિફિકેટ આપવામાં આવવાના છે. નાગરિકોને વેક્સિન માટે પ્રોત્સાહન આપવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું. પાલિકાની આ ઝુંબેશનું નામ ‘માય સોસાયટી માય રિસ્પોન્સિબિલિટી’ છે. આ અભિયાનને પગલે જે હાઉસિંગ સોસાયટીમાં લોકોએ વેક્સિન લીધા નથી, તેને ઓળખી કાઢવામાં પાલિકાને સરળતા રહેશે અને તે લોકોને વેક્સિન લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે આવો દાવો સુરેશ કાકાણીએ કર્યો હતો. હાલ તમામ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરોને તેમના વોર્ડની સોસાયટીઓને શોધી કાઢવાનું કહેવામાં આવ્યું છે.