Site icon News Continuous Bureau | Mumbai

નવો આઈડિયા! 100 ટકા વેક્સિનેટેડ હાઉસિંગ સોસાયટીઓ માટે મુંબઈ મનપાએ લીધું આ પગલું, સોસાયટીઓને મળશે આ ઈનામ;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 ઓક્ટોબર,  2021

Join Our WhatsApp Channel

મંગળવાર.

મુંબઈમાં 100 ટકા રસીકરણ પૂરું કરવા માટે મુંબઈ  મહાનગરપાલિકા એક નવો પ્રયોગ કરી રહી છે. જે હાઉસિંગ સોસાયટીઓના તમામ રહેવાસીઓએ વેક્સિન લઈ લીધી હશે તે સોસાયટીઓને સર્ટિફિકેટથી નવાજશે. પાલિકાએ આપેલા સર્ટિફિકેટને સોસાયટીઓના એન્ટરન્સ ગેટની બહાર આ લગાવી શકાશે. જેમાં એક ક્યુઆર કોડ પણ હશે. જે નજીકના વેક્સિનેશન સેન્ટરની માહીતી પૂરી પાડશે.

વાહ! આટલા વર્ષમાં બેસ્ટના કાફલાની 100 ટકા ઈલેક્ટ્રિક બસ હશેઃ આટલી બસ ડબલડેકર હશે; જાણો વિગત

મુંબઈના તમામ 24 વોર્ડમાં આવેલી હાઉસિંગ સોસાયટીઓના રહેવાસીઓ જો 100 ટકા વેક્સિનેટેડ હશે. તેવી સોસાયટીઓને આ સર્ટિફિકેટ આપવામાં આવવાના છે. નાગરિકોને વેક્સિન માટે પ્રોત્સાહન આપવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું. પાલિકાની આ ઝુંબેશનું નામ ‘માય સોસાયટી માય રિસ્પોન્સિબિલિટી’ છે. આ અભિયાનને પગલે જે હાઉસિંગ સોસાયટીમાં લોકોએ વેક્સિન લીધા નથી, તેને ઓળખી કાઢવામાં પાલિકાને સરળતા રહેશે અને તે લોકોને વેક્સિન લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે આવો દાવો સુરેશ કાકાણીએ કર્યો હતો. હાલ તમામ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરોને તેમના વોર્ડની  સોસાયટીઓને શોધી કાઢવાનું કહેવામાં આવ્યું છે.

Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Mumbai Airport Customs Seizure મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી; ₹૪૨.૪૨ કરોડનો દાણચોરીનો મુદ્દામાલ જપ્ત, ૨૭ની ધરપકડ
Chembur Gate Collapse Tragedy ચેમ્બુરમાં લોખંડનો ગેટ માથે પડતાં 46 વર્ષીય સિક્યોરિટી ગાર્ડનું કરુણ મોત, પોલીસે તપાસ હાથ ધરી
Mumbai Underground Road Network 53 હજાર કરોડના ‘પાતાળ લોક’ પ્રોજેક્ટથી બદલાશે મુંબઈની તસવીર, જમીનની નીચે જોડાશે સી લિંક, એરપોર્ટ અને BKC
Exit mobile version