ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર.
દરિયાના ઊંડા પાણીમાં નહીં ઉતરવાની સલાહને અવગણના કરનારાઓને મોતને ભેંટવું પડે છે. મલબાર હિલમાં પ્રિયદર્શની પાર્ક પાસે દરિયામાં તરવા ઉતરેલા 8 લોકોમાંથી 2 સગીર વયના બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થયા હતા. છ લોકોને બચાવી લેવામાં સફળતા મળી હતી.
સારા સમાચારઃ મુંબઈમાં ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા આટલા સ્થળોએ ઊભા કરાશે ચાર્જિંગ સ્ટેશન; જાણો વિગત
ફાયરબ્રિગેડના જણાવ્યાં સોમવારે સાંજના લગભગ 5.30 વાગે આ બનાવ બન્યો હતો. મૃતકોમાં 15 વર્ષના રહેમાન રિઝવા શેખ અને 12 વર્ષના મોહમ્મદ દિલશાદ શેખનો સમાવેશ થાય છે. આઠ જણ તરવા માટે દરિયામાં ઉતર્યા હતા. તેમને દરિયાની ઊંડાઈનો અંદાજ નહીં આવતા દરિયાના પાણીમાં ખેંચાઈ ગયા હતા. સગીર વયના બે બાળકો પાણીમાં તણાઈ ગયા હતા. જયારે બાકીના 6 લોકો માંડ માંડ પોતાની જાતને બચાવી લીધી હતી. પરંતુ બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા.