ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
બેસ્ટની 400 બસમાં 20 મહિલા કન્ડક્ટરો પ્રવાસીઓને ટિકિટ આપે તે માટે વિચારણા ચાલી રહી છે. આ તમામ બસ વેટ લીઝ (ભાડા પર લીધેલી) પર સીએનજી પર ચાલનારી બસ છે. હાલ બેસ્ટની 1,200 વેટ લીઝ પર ચાલતી બસમાં પુરુષ કન્ડક્ટરો ફરજ બજાવે છે.
વેટ લીઝ પર ચાલતી બસમાં મહિલા કન્ડક્ટરોની નિમણૂક માટે હાલમાં જ સીએનજી પર ચાલતી બસના કૉન્ટ્રૅક્ટરે બેસ્ટ મૅનેજમેન્ટની મંજૂરી માગી છે. બેસ્ટ ઉપક્રમના સત્તાધીશોના કહેવા મુજબ ખાનગી કૉન્ટ્રૅક્ટર સાથે થયેલા કૉન્ટ્રૅક્ટ મુજબ હાલમાં તેમની પાસેથી બસની સાથે જ ડ્રાઇવર તથા કન્ડક્ટર ઉપલબ્ધ છે. 400 ભાડા પર લીધેલી બસમાં બેસ્ટનો એક પણ કર્મચારી નથી. તમામ સ્ટાફ આઉટસોર્સ કરાયેલો છે.
મુંબઈમાં શાળાઓ ક્યારે ખૂલશે? મેયરે આપ્યો આ જવાબ
બેસ્ટના જનરલ મૅનેજર લોકેશ ચંદ્રાના કહેવા મુજબ મહિલા કન્ડક્ટરોની નિમણૂક બાદ તેમને ટ્રેનિંગ આપવામાં આવશે. 20 બસમાં મહિલા કન્ડક્ટરોને રાખવાનો વિચાર છે. અહીં ઉલ્લેખનીય છે કે હાલ બેસ્ટ ઉપક્રમમાં 16 મહિલા કન્ડક્ટર ફરજ બજાવે છે. તેમાંથી મોટા ભાગની વડાલા ડેપોમાં ફરજ બજાવે છે.