ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21, સપ્ટેમ્બર, 2021
મંગળવાર.
પોલીસ તથા મુંબઈ મહાનગરપાલિકાની સખત કાર્યવાહી બાદ પણ મુંબઈમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટયો છે. કોરોના મહામારીના સમયમાં ડરના માર્યા અનેક ડોકટરોએ પોતાના દવાખાના બંધ કરી દીધા હતા. તેનો ગેરલાભ લઈને અનેક બોગસ ડોકટરો ઊભા થઈ ગયા હતા. જેઓ દર્દીની જાનને જોખમમાં મૂકતા હોય છે. હાલમાં જ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની યુનિટ 7ને ટીપ મળી હતી. તેને આધારે તેઓએ હકીકત જાણવા માટે દર્દી બનવાનું નાટક કરીને ઘાટકોપરના રમાબાઈ કોલોનીમાં અમુક ક્લિનિક પર પહોંચી ગયા. ત્યાં જઈને છાપો મારીને 3 બનાવટી ડોકટરોને પકડી પાડયા હતા. કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ક્લિનિક ચલાવીને લોકોને મુર્ખ બનાવવાના ધંધા કરતા હતા.
મુંબઈમાં ફરીથી રસીની અછત! આજે શહેરનાં માત્ર આટલા રસીકરણ કેન્દ્રો પર મળશે રસી; જાણો વિગતે
પોલીસે પકડી પાડેલા બનાવટી ડોકટરોમાં એક મહિલા અને બે પુરષનો સમાવેશ થાય છે. પોલીસના છાપા બાદ આ લોકોએ ડોકટરનું મેડિકલ સર્ટિફિકેટ તો બતાવ્યું હતું. પરંતુ તે મહારાષ્ટ્ર કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસન પાસે આ લોકોના સર્ટિફિકેટની કોઈ નોંધ નથી. આ ત્રણે વિરુદ્ધ ઘાટકોપરના પંત નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.