મુંબઈ શહેર

આ સંકેત શું કહે છે? સરકારે પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલ સાથે મિટિંગ કરી. નવા કોવિડ સેન્ટર ખોલવા ની તૈયારી દર્શાવી. જાણો વિગત...

Feb, 23 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

23 ફેબ્રુઆરી 2021

મુંબઈ શહેરમાં કોરોના નો પોઝિટિવ રેટ વધી રહ્યો છે. અગાઉ ત્રણ ટકા સુધી નીચે આવી ગયેલો રેટ હવે છ ટકા પર પહોંચી ગયો છે. આ ઉપરાંત મુંબઇ શહેરમાં દૈનિક કોરોના ના કેસ વધી ગયા છે. મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ પ્રાઇવેટ, સરકારી તેમજ મહાનગરપાલિકા સંચાલિત  હોસ્પિટલોના પ્રતિનિધિઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેમણે નિર્દેશ આપ્યા છે કે તમામ હોસ્પિટલમાં આઈસીયુ બેડ, ઓક્સિજન તેમજ મેડીકલ સપ્લાયનો સ્ટોક તપાસવામાં આવે.

આ ઉપરાંત મહાનગરપાલિકાએ સેન્ટરો ને ફરી એક વખત શરૂ કરવાની તૈયારી કરી લીધી છે.

આમ મહાનગરપાલિકા મુંબઈ શહેરમાં જે પગલાં લઈ રહી છે તે કડક પ્રતિબંધો તરફ નિર્દેશ કરે છે.

Leave Comments