News Continuous Bureau | Mumbai
હેલ્મેટ વગર ટુ વ્હીલર(two wheeler vehicle) અને કારણ વગર હોર્ન(horn) વગાડનારા સામે મુંબઈ ટ્રાફિક પોલીસે(Mumbai traffic police) ઝુંબેશ હાથ ધરી છે. પોલીસની વારંવારની ચેતવણી(Warning) બાદ પણ મુંબઈગરા(Mumbaikars) છે કે સુધરવાનું નામ લેતા નથી. મુંબઈમાં છેલ્લા એક મહિનામાં જ હેલ્મેટ વગર 56,498 લોકો સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયા છે.
રસ્તા પર ટુ વ્હીલર ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. પોલીસ વારંવાર લોકોને ચેતવણી આપે છે, છતાં છેલ્લા એક મહિનામાં 56,498 લોકો હેલ્મેટ વગર સીસીટીવીમાં ઝડપાઈ ગયા છે. તેમાંથી વારંવાર નિયમનો ભંગ કરનારા 5,441 ટુ-વ્હીસર ચાલકોના લાઇસન્સ રદ કરવા માટે આરટીઓને મોકલવામાં આવ્યા હોવાનું મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ મીડિયા હાઉસને જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : ઓનલાઇન ફ્રોડથી કેવી રીતે બચશો? વધતા ઓનલાઈન ફ્રોડ સામે અવેરનેસ લાવવા બોરીવલી પોલીસે લીધા ક્લાસ...
શહેરમાં અનેક જગ્યાએ સીસીટીવી(CCTV) બેસાડવામાં આવ્યા છે. આ સીસીટીવી કેમેરા(camera)માં હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવનારા અને કારણ વગર હોર્ન વગાડતા, સિગન્લ જપિંગ જેવા કેસમાં પોલીસને સારી એવી સફળતા મળી છે.
પોલીસે હાથ ધરેલી ઝુંબેશ હેઠળ કારણ વગર હોર્ન વગાડનારા 4,668 વાહન ચાલકો સામે ગુનો નોંધાયા છે. સિગ્નલ તોડવાના લગભગ સાડા ત્રણ લાખ કેસ નોંધાયા છે. ઓવર સ્પીડે વાહન ચલાવનારા સવા લાખ લોકોને દંડવામાં આવ્યા હતા.