News Continuous Bureau | Mumbai
મુંબઈના રસ્તાઓ એલઈડી લાઈટના પ્રકાશથી ઝગમગી ઉઠયા છે. કેન્દ્ર સરકારના નિર્દેશ હેઠળ મુંબઈમાં તમામ સોડિયમ વેપર સ્ટ્રીટલાઈટને એલઈડીમાં રૂપાંતરિત કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધી મુંબઈના તમામ રસ્તાઓ પર એલઇડી સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવી છે. 95 ટકાથી વધુ એલઈડી લાઈટો લગાવવાનો પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો છે. હવે માત્ર સાડા ત્રણ હજાર એલઇડી સ્ટ્રીટ લાઈટોને એલઈડી માં રૂપાંતરિત કરવાની બાકી છે.
કેન્દ્રીય નીતિના નિર્ણય મુજબ મહારાષ્ટ્રમાં ઊર્જા બચાવવા માટેની યોજના લાગું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તદનુસાર, રાજ્ય સરકારની સૂચના મુજબ, મુંબઈમાં સ્ટ્રીટ લાઇટને સોડિયમ વેપરને બદલે એલઇડીથી બદલવામાં આવી હતી. આ માટે ખાનગી કંપનીને મુંબઈમાં લેમ્પપોસ્ટ પર એલઇડી સ્ટ્રીટ લાઈટ્સ લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં જોરદાર ધરપકડ સત્ર શરૂ થયું. 100થી વધુની અટકાયત તેમ જ એક વકીલ પણ પોલીસના તાબામાં. જાણો શું છે મામલો.
હાલમાં પ્રોજેક્ટ લગભગ 95 ટકા પૂર્ણ થઈ ગયો છે. મુંબઈમાં હાલ વિવિધ માળખાકીય કામો ચાલી રહ્યા છે, તેથી આ વિસ્તારમા લાઇટ બદલવાનું કામ બાકી છે. જેમ જેમ ઇન્ફ્રાસ્ટ્રકચરનું કામ પૂર્ણ થશે તેમ તેમ બાકીનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવશે એવો દાવો કરવામાં આવ્યો છે.
મુંબઈના શહેરી વિસ્તારોમાં લાઇટની વ્યવસ્થા એટલે કે કોલાબાથી માહિમ ધારાવી, સાયન શિવા વગેરે સુધી બેસ્ટ તો પશ્ચિમ ઉપનગરો અને પૂર્વ ઉપનગરોમાં અદાણી ઈલેક્ટ્રીસીટી દ્વારા લાઈટ પૂરી પાડવામાં આવે છે. તો ભાંડુપના ગાંધી નગર જંકશનથી મુલુંડ ચેકનાકા જેવા વિસ્તારમાં મહારાષ્ટ્ર રાજ્ય વીજ વિતરણ કંપની (MSEDCL) દ્વારા વીજપુરવઠો કરવામાં આવે છે.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેર એટલે બેસ્ટની હદમાં 42,421 લાઈટ છે તેમાંથી 40,784નું LED માં રૂપાંતર થયું છે. તો ઉપનગરો જયાં અદાણી દ્વારા વીજળી આપવામાં આવે છે ત્યા કુલ 87,347 સ્ટ્રીટ લાઈન છે તેમાંથી 84,470 લાઈટનું LED માં રૂપાંતર થયું છે. ભાંડુપથી મુલુંડમાં MSEDCLની હદમાં 11,377 સ્ટ્રીટ લાઈટ છે, તેમાંથી 11,125નું LED માં રૂપાંતર થયું છે.